1. Home
  2. ગુજરાતી
  3. સિદ્ધાર્થ મલ્હોત્રામાં કેપ્ટન વિક્રમ બત્રાની ઝલક દેખાય છે, બત્રા પરિવારને
સિદ્ધાર્થ મલ્હોત્રામાં કેપ્ટન વિક્રમ બત્રાની ઝલક દેખાય છે, બત્રા પરિવારને

સિદ્ધાર્થ મલ્હોત્રામાં કેપ્ટન વિક્રમ બત્રાની ઝલક દેખાય છે, બત્રા પરિવારને

0
Social Share

મુંબઈઃ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ શેરશાહ 12મી ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા કારગીલ યુદ્ધના હીરો કોપ્ટન વિક્રમ બત્રાની જીંદગીથી પ્રેરિત છે. આમા કેપ્ટન વિક્રમ બત્રાની જીંદગી વિશે બતાવવાનો પ્રયાસ કરાયો છે. કિયારા અડવાણી ફિલ્મમાં તેમની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાના રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ મલહોત્રા એ વાતને લઈને નર્વસ છે કે, જ્યારે કેપ્ટન વિક્રમ બત્રાનો પરિવાર ફિલ્મ જોશે તો શું રિએક્શન હશે. શુટીંગનો એક બીટીએસ વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે, જ્યારે સિદ્ધાર્થ તેમના ઘરે પહોંચે છે તો શું થાય છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, મારા માટે શેરશાહ એક સ્વપ્ન પૂર્ણ થવા સમાન છે. આ મારી પહેલી ફિલ્મ છે જેમાં રિયલ લાઈફ કેરેક્ટર પર આધારિત છે. ફિલ્મ અભિનેત્રી કિયારાએ જણાવ્યું હતું કે, કેપ્ટન બત્રાના પરિવારજનો ભારે ઉત્સાહિત છે. તેમને સિદ્ધાર્થ અને વિક્રમમાં અનેક સમાનતા લાગે છે. જ્યારે કેપ્ટન બત્રાના પરિવારજનોએ સિદ્ધાર્થનો જોયો તો કહ્યું હતું કે, તમે અમને અમારા દીકરાની યાદ અપાવો છે.

સિદ્ધાર્થએ જણાવ્યું હતું કે, તૈયારી માટે પાલનપુર જઈને સૌ પ્રથમ વિક્રમ બત્રાના પરિવાર મળે. તેમનો ફર્સ્ટ ફ્લોર એક મ્યુઝિયમની જેમ છે. જેમાં કેપ્ટન વિક્રમ બત્રાની ચીજો અને તસ્વીર છે. જેથી મને ઘણી મદદ મળી હતી. આ ઘણું કનેક્ટ કરી શકે છે. ફિલ્મની એક વધુ ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે, સિદ્ધાર્થ અને અન્ય કલાકારોને તાલીમ આર્મીના લોકોએ જ આપી છે. કેપ્ટન બત્રાના નજીકના મિત્રોએ કહ્યું કે, તેનું વર્તન કેવુ હતુ, કેવી રીતે વાત કરતો હતો. ફિલ્મનું પ્રીમિયર 240 જગ્યાએ 12મી ઓગસ્ટના રોજ થશે.

(Photo-Social Media)
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code