
પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી સાથે લારા દત્તાનું કનેકશન આવ્યું સામે
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી લારા દત્તાએ પોતાની આગામી ફિલ્મ બેલ બોટમમાં પોતાના લુકથી તમામના હોશ ઉડાવી દીધા છે. ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાપ્રદાન ઈન્દીરા ગાંધીનો રોલ નિભાવતી હોવાનું સામે આવ્યું છે. તેમનો લુક સામે આવ્યા બાદ તમામના મોઢે તેની જ ચર્ચા છે. તેમજ ઈન્દીરા ગાંધીના રોલનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન લારા દત્તાને પર્સનલી ઈન્દીરા ગાંધી સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે.
ફિલ્મ અભિનેત્રી લારા દત્તાએ જણાવ્યું હતું કે, પિતા વિંગ કમાન્ડર એલ.કે.દત્તા પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના પર્સનલ પાયલોટ હતા. તેમણે અનેકવાર ઈન્દીરા ગાંધીનું વિનામ ઉડાવ્યું છે અને તેમને પર્સનલી ઓળખતા હતા. મે તેમના અંગે અનેક વાતો સાંભળી હતી. આમ મારો તેમની સાથે પર્સનલી કનેક્શન હોવાનું લાગે છે.
લારા દત્તાનો ઈન્દીરા ગાંધીનો લૂક સામે આવ્યા બાદ તમામ લોકો ચોંકી ઉઠયાં હતા. અભિનેત્રીએ કન્ફર્મ કર્યું હતું કે, ઈન્દીરાના રૂપમાં બેલબોટમના ટ્રેલરમાં જોવા મળી હતી. ઈન્દીરા ગાંધી જેમ દેખાવા માટે 3 કલાકનો સમય લાગતો હતો. તેમજ તેમાંથી બહાર આવતા એક કલાકનો સમય લાગતો હતો. તૈયાર થવા માટે વહેલા ઉઠવું પડતું હતું કારણ કે 13 ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કામ કર્યું છે આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલ નિભાવી રહ્યાં છે. આ ઉપરાંત વાણી કપૂર અને હુમા કુરેશી પણ મહત્વના રોલ જોવા મળશે. બેલબોટમ આગામી 19મી ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં રિલીઝ કરવામાં આવશે. હાલ ફિલ્મના કલાકારો પ્રમોશનમાં વ્યસ્ત છે.
(Photo - Social Media)