1. Home
  2. ગુજરાતી
  3. આ વર્ષે સરકાર 5 કંપનીઓનું કરશે ખાનગીકરણ, સરકારે બતાવી યોજના

આ વર્ષે સરકાર 5 કંપનીઓનું કરશે ખાનગીકરણ, સરકારે બતાવી યોજના

0
Social Share
  • આ વર્ષે 5 કંપનીઓનું કરાશે ખાનગીકરણ
  • નાણામંત્રીએ CIIની વાર્ષિક બેઠકમાં આ યોજના બતાવી
  • મોદી સરકાર અર્થતંત્રમાં સુધારા માટે પ્રતિબદ્વ: નાણા મંત્રી

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્ર જ્યારે પ્રભાવિત થયું છે ત્યારે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે સરકાર પ્રતિબદ્વ છે અને હવે એ જ દિશામાં કામ કરી રહી છે. Confederation of Indian Industryની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોરોના મહામારીને રોકવા માટે લાદેલા પ્રતિબંધો હટાવ્યા પછી અર્થતંત્રમાં તેજીના સંકેત છે.

વિદેશી પ્રત્યક્ષ રોકાણ વિશે માહિતી આપતા તેઓએ કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી Foreign Direct Investmentમાં 37 ટકાની વૃદ્વિ થઇ છે. જ્યારે વિદેશી મુદ્રા ભંડાર જુલાઇમાં વધીને 620 અબજ ડૉલર પર પહોંચી ગયો છે. નરેન્દ્ર મોદી સરકાર સુધારાને લઇને પ્રતિબદ્વ છે. ગત વર્ષે કેન્દ્ર સરકારે કૃષિ કાયદા તેમજ શ્રમ સુધારાને આગળ વધાર્યા.

આ વર્ષે ભારત પેટ્રોલિયમ, BEML, શિપિંગ કોર્પોરેશન અને કન્ટેનર કોર્પોરેશન, એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં અર્થતંત્રને બચાવવા માટે સરકાર RBI સાથે મળીને કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે આરબીઆઈ આ વાતને સારી રીતે સમજે છે કે ઈકોનોમીમાંથી તરત લિક્વિડિટી નીકાળવી જરૂરી નથી. મોંઘવારી રોકવા માટે સંભવ તમામ પ્રયાસ કરવામાં આવશે અને વિકાસ એ સરકારની પ્રાથમિકતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code