1. Home
  2. ગુજરાતી
  3. ઓનલાઈન એજ્યુકેશન અને ઘરની ચાર દીવારો વચ્ચે બંધ કિશોરે નોઈડા અને ગાઝિયાબાદ પોલીસને દોડતી કરી
ઓનલાઈન એજ્યુકેશન અને ઘરની ચાર દીવારો વચ્ચે બંધ કિશોરે નોઈડા અને ગાઝિયાબાદ પોલીસને દોડતી કરી

ઓનલાઈન એજ્યુકેશન અને ઘરની ચાર દીવારો વચ્ચે બંધ કિશોરે નોઈડા અને ગાઝિયાબાદ પોલીસને દોડતી કરી

0
Social Share

દિલ્હીઃ નંદીગ્રામ પોલીસ વિસ્તારમાં રહેતા ધો-5ના વિદ્યાર્થીએ ફ્લેટમાં જીવન અને ઓનલાઈનથી કંટાળીને સ્વરજનો, પડોશીઓ અને પરિચીતોને દાદા-દાદીના મોબાઈળ ફોનથી ધમકી ભર્યા મેસેજ કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. જો કે, પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ કરતા વિદ્યાર્થીએ પહાળી વિસ્તારમાં આવેલા પોતાના ગામમાં જઈને મિત્રો સાથે રમવા માટે આ તરકટ રચ્યું હોવાનું ખૂલ્યું હતું. મેસેજમાં લખતો હતો કે, બાળકને ગામ નહીં મોકલો તો તેને ધાબા ઉપરથી ફેંકી દઈને તેની હત્યા કરી નાખીશ.

સાઈબર સેલના ઉચ્ચ અધિકારી અભયકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, નંદગ્રામ વિસ્તારમાં એક મહિલાએ પૂર્વ એસએસપીને ફરિયાદ કરી હતી. તેમણે પોલીસને કહ્યું હતું કે, તેઓ મૂળ ઉત્તરાખંડના એક ગામના છે. તાજેતરમાં જ નદીંગ્રામમાં ફ્લેટ રાખીને રહેવા આવ્યાં હતા. મહિલા સ્થાનિક કંપનીમાં એકાઉન્ટન્ટ છે જ્યારે તેમના પતિ રુદ્ર પ્યાગની એક કંપનીમાં ટીમ મેનેજર છે. પતિ-પત્ની નોકરી ઉપર હોવાથી ધો-5માં અભ્યાસ કરતા દિકરાનું દાદા-દાદી ખ્યાલ રાખતા હતા. મહિલાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, કોઈ વ્યક્તિ તેમના જ નંબરને હેક કરીને ધમકી ભર્યા મેસેજ કરે છે. આ મેસેજ મહિલાને, પરિવારજનો અને પડોશીઓને ધમકી ભર્યા હતા.

પોલીસની ફરિયાદની આધારે પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ આરંભી હતી. દરમિયાન મહિલાનો જ દીકરો ધમકી ભર્યા મેસેજ કરતો હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીએ કહ્યું હતું કે, દિવસભર ચાલતી ઓનલાઈન ક્લાસ અને કેદ જેવી જીંદગીથી પરેશના થઈ ગયો હતો. ફ્લેટમાંથી નીકળીને પહાળોની વચ્ચે મિત્રો સાથે રમવા જવું હતું. જો કે, કોરોના મહામારીને કારણે તેને ઘરમાંથી નીકળવા દેવામાં આવતો ન હતો. જેથી વિદ્યાર્થીએ કંટાળીને આ પગલું ભર્યું હતું. પોલીસ પણ 10 વર્ષના બાળકના કારસ્તાન જાણીને ચોંકી ઉઠી હતી. તેમજ તેનું યોગ્ય કાઉન્સિલીંગ કરીને પરિવારજનોને સોંપ્યો હતો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code