1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની બીજી લહેર યથાવત્, તહેવારોમાં સાવધાની રાખવી આવશ્યક
કોરોનાની બીજી લહેર યથાવત્, તહેવારોમાં સાવધાની રાખવી આવશ્યક

કોરોનાની બીજી લહેર યથાવત્, તહેવારોમાં સાવધાની રાખવી આવશ્યક

0
Social Share
  • દેશમાં કોરોનાની બીજી લહેર હજુ યથાવત્
  • તહેવારો દરમિયાન સાવધાની રાખવી આવશ્યક
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,000 નવા કેસ સામે આવ્યા

નવી દિલ્હી: દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. ગત બે દિવસોમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી કે, દેશમાં અત્યારે કોરોનાની બીજી લહેર યથાવત્ છે. આગામી મહિનામાં તહેવારોની સીઝનને જોતા લોકોને વધુ સાવધાની અને સતર્કતા દાખવવી પડશે.

સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,000 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 58 ટકા કેસ કેરળથી સામે આવ્યા. બાકી રાજ્યોમાંથી અત્યારે પણ ઘટાડાનો ટ્રેંડ જોવા મળી રહ્યો છે.

સૌથી વધારે પ્રભાવિત રાજ્ય કેરળ છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 10,000 થી 1 લાખ સક્રિય કેસ છે. કેરળનું યોગદાન 51 ટકા, મહારાષ્ટ્ર 16 ટકા અને બાકી ત્રણ રાજ્યોનું યોગદાન દેશના 4-5 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં ગત 24 કલાકમાં દેશમાં વેક્સિનના 80 ટકા ડોઝ આપવામાં આવ્યા. આજ સુધી 47 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. અમે અત્યારસુધી 46.69 કરોડ લોકોને દેશભરમાં કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો છે તેમાંથી 13.70 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code