1. Home
  2. ગુજરાતી
  3. સમોસા ખાવાનો શોખ યુવાનને ભારે પડ્યોઃ આખી ટ્રેન યુવક ઉપરથી થઈ પસાર અને પછી…….
સમોસા ખાવાનો શોખ યુવાનને ભારે પડ્યોઃ આખી ટ્રેન યુવક ઉપરથી થઈ પસાર અને પછી…….

સમોસા ખાવાનો શોખ યુવાનને ભારે પડ્યોઃ આખી ટ્રેન યુવક ઉપરથી થઈ પસાર અને પછી…….

0
Social Share
  • યુવકને સમોસા ખાવા ભારે પડ્યા
  • ટ્રેન છૂટી જવાના ચત્કરમાં ઉતાવળે ટ્રેન કપડવા જતા મોત મળ્યું

પટનાઃ- સામાન્ય રીતે ટ્રેનનની  મુસાફરી કરતા વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. ટ્રેન ચાલવાનો સમય હોય ત્યારે નીચે ન ઉતરવું જોઈએ નહી તો ક્યારેક જીવ ગુમાવવો પ઼ે છે, ત્યારે આવીજ એક ઘટના બિહારના બક્સરમાં સામે આવી છે.

વાત જાણે એમ છે કે,બક્સર રેલવે સ્ટેશન પર આખી ટ્રેન એક વ્યક્તિ ઉપરથી પસાર થઈ હતી.જો કે તેના નસીબે તેને સાથ આપ્યો અને તેનો જીવ બચી ગયો. પરંતુ તેને સામાન્ય ઈજાઓ થઈ છે. સમોસા ખાવા ટ્રેનમાંથી નીચે ઉતરવાના ક કારણે આખી ઘટના બની હતી , પ્લેટફોર્મ નંબર એક પર આ ઘટના સર્જાઈ  હતી.મળતી માહિતી મુજબ, યુવક સમસ્તીપુરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

દાનાપુર રેલ્વે ડિવિઝનના બક્સર સ્ટેશન પર  જ્યારે અમદાવાદ-બારૌની એક્સપ્રેસ ઊભી રહી  ત્યારે જ એક વ્યક્તિ સમોસા ખાવા માટે પ્લેટફોર્મ પર ઉતરી ગયો. સમોસા ખરીદી લીદા બાદ તેણે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા જ તે ટ્રેનની નીચે આવી ગયો. ટ્રેનનું પૈડાની નીચે આવવાથી બચતા તે ટ્રેક પર પહોંચી ગયો. ત્યાં સુધીમાં ટ્રેનની ઝડપ વધી ગઈ હતી.

સદનસીબે આ અકસ્માતમાં વ્યક્તિને કોઈ મોટું નુકસાન થયું નથી. બાદમાં નાની -મોટી ઈજાઓવાળા યુવકને પ્લેટફોર્મ પર બેસાડવામાં આવ્યો હતો. થોડો સમય આરામ કર્યા બાદ તેને આગલી ટ્રેનમાં મોકલવામાં આવ્યો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code