
અફ્ઘાનિસ્તાન સંકટ વચ્ચે પાકિસ્તાનનું તાલિબાન અને હક્કાની નેટર્વકને સમર્થન, અમેરિકા નારાજ
દિલ્હીઃ અફગાનિસ્તાનમાં તાલિબાનને મદદ કરનારા પાકિસ્તાન ઉપર અમેરિકા નારાજ થયું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેનએ માન્યું કે, પાકિસ્તાન તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકવાદીઓને છાવરે છે. પાકિસ્તાને અપઘાનિસ્તાન મુદ્દે વૈશ્વિક સમુદાયની નીતિઓ અનુસાર ચાલવું જોઈએ. અમેરિકાના વિદેશ મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાકિસ્તાન સામે પ્રતિબંધ લગાવવાની માંગણી ઉઠી છે.
તેમણે અમેરિકી સંસદ કોંગ્રેસમાં તાલિબાનનો કાબુલ ઉપર કબજાને લઈને કરેલા નિવેદનમાં પાકિસ્તાન ઉપર નિશાન તાક્યું હતું. તેમણે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાને લઈને કહ્યું હતું કે, પાકિસ્તાનનું અફઘાનિસ્તાનમાં કેટલાક હિત છે. જેથી અમેરિકાના કેટલાક હિતો સાથે ટકરાવ થાય છે. અફઘાનિસ્તાનમાં ભારતની વધતી ભૂમિકા બાદ પાકિસ્તાનને નુકસાન થતા કેટલાક પગલા ભરવામાં આવ્યાં હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, તાલિબનાના પ્રત્યે પાકિસ્તાને વ્યાપક બહુતાયત આંતરરાષ્ટ્રીય સમુદાયના વલણ અનુસાર કામ કરવાની જરૂર છે.
તાલિબાન અને પાકિસ્તાનના સંબંધો વચ્ચે સમગ્ર દુનિયામાં સવાલો થઈ રહ્યાં છે. એટલું જ આઈએસઆઈના પ્રમુખ પણ તાલિબાન ગયા હતા. તેમનો અફઘાનિસ્તાનની પ્રજાએ વિરોધ પણ કર્યો હતો.
પાકિસ્તાન ઉપર આરોપ છે કે, તેમે પંજશીર ઉપર જીત માટે તાલિબાનને મદદ કરી છે. જો કે, આ આરોપોને પાકિસ્તાને ફગાવ્યાં હતા. પાકિસ્તાન એવા બે દેશમાં સામેલ છે તેનો સૌથી વધારે પ્રભાવ તાલિબાન ઉપર છે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ પણ માન્યું હતું કે, તેમના ત્યાં તાલિબાની આતંકી અને તેમના પરિવાર રહે છે. અમેરિકાએ જ્યારે વર્ષ 2001માં હુમલો કર્યો આતંકવાદી પાકિસ્તાનમાં છુપાયાં હતા. તેમજ ઓસામાબિન લાદેન પણ પાકિસ્તાનના એબટાબાદમાં માર્યો ગયો હતો. તાલિબાનની સરકારમાં ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાને આઈએસઆઈ જ મદદ કરી રહ્યું છે.