1. Home
  2. ગુજરાતી
  3. ધનતેરસના પર્વ પર ચાંદીની ખરીદી કરતા પહેલા આ ટિપ્સ ફૉલો કરો અન્યથા કોઇ નકલી ચાંદી ભટકાવી જશે
ધનતેરસના પર્વ પર ચાંદીની ખરીદી કરતા પહેલા આ ટિપ્સ ફૉલો કરો અન્યથા કોઇ નકલી ચાંદી ભટકાવી જશે

ધનતેરસના પર્વ પર ચાંદીની ખરીદી કરતા પહેલા આ ટિપ્સ ફૉલો કરો અન્યથા કોઇ નકલી ચાંદી ભટકાવી જશે

0
Social Share
  • આજે ધનતેરસના પર્વ પર સોના-ચાંદીની ધૂમ ખરીદી થશે
  • જો કે આ દરમિયાન કેટલાક તત્વો વેચે છે નકલી ચાંદી
  • નકલી ચાંદીની પરખ અહીંયા આપેલી ટિપ્સથી કરો

નવી દિલ્હી: આજે ધનતેરસનું પર્વ છે ત્યારે આજના દિવસે દરેક પ્રકારની ખરીદીનું વિશેષ મહત્વ છે અને તેમાં પણ સોના-ચાંદીની ખરીદીને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આજે ગુજરાતના અમદાવાદ, સુરત, બરોડાથી માંડીને દરેક શહેરોમાં સોના-ચાંદીની ખરીદીની ધૂમ જોવા મળશે. જો કે આ ખરીદીની ચમકમાં નકલી ચાંદીનું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે તમને પણ નકલી ચાંદી પધરાવી દેવામાં આવે તેવી શક્યતા વચ્ચે તમારી સાથે પણ છેતરપિંડી ના થાય તે માટે અમે અસલી-નકલી ચાંદી પરખવાની રીત તમારા માટે લઇને આવ્યા છે.

ધનતેરસના પર્વ પર તમે ચાંદીમાં છેતરાઇ શકો છો, કારણ કે કેટલાક તત્વો નકલી ચાંદીનું પણ વેચાણ કરી રહ્યાં છે. છેતરપિંડીથી બચવા માટે તમારે આ ટિપ્સને ફોલો કરવાની રહેશે.

ખરીદી પહેલા આ વસ્તુ ચેક કરો

સૌપ્રથમ તો ચાંદીની જ્વેલરી ખરીદતા પહેલા તેને સરખી રીતે પરખવી જરૂરી છે. જો તેના પર એક નાનું લેબલ છે જેમાં સ્ટર કે સ્ટર્લિંગ લખ્યું છે, તેનો અર્થ એ છે કે, તે શુદ્વ ચાંદી છે. સાથે જ જો તેના પર ISI હૉલમાર્ક હોય તો તે શુદ્વતાની ખાતરી આપે છે.

ચુંબકથી કરો ટેસ્ટ

તમે ચુંબકનો ઉપયોગ કરીને પણ ચાંદીની શુદ્વતાને તપાસી શકો છો. તમારી પાસે ચુંબક હોય તો તેને ચાંદીની જ્વેલરીની પાસે લાવો. જો તે જ્વેલરી સાથે ચિપકે છે તો સમજી જાઓ કે, આ ચાંદી અસલી નથી.

બ્લીચથી કરો ટેસ્ટ

બ્લીચ ટેસ્ટથી પણ તમે ચાંદીની પરખ કરી શકો છો. ચાંદીની વસ્તુ પર બ્લીચનું એક ટીપું નાખો. જો તે કાળુ થઇ જાય તો સમજી જાઓ કે તે શુદ્વ ચાંદી છે. જો તેમા ભેળસેળ હશે તો બ્લીચનું અસર નહીં થાય.

બરફના ટૂકડાથી ખરાઇ

બરફના ટૂકડાથી પણ ચાંદીની શુદ્વતાની પરખ કરી શકાય છે. આ માટે તમારા ચાંદીની વસ્તુને બરફના ટૂકડા પર રાખવાની છે. જો કે જલ્દી પિગળે છે તો સમજી જાઓ કે તમારી પાસે જે ચાંદી છે તે શુદ્વ છે. શુદ્વ ચાંદીમાં થર્મલ કંડ્કિટિવીટી હોય છે, તે બરફને પિગળાવી દે છે.

હવે જો તમે પણ ચાંદીની ખરીદી કરવા આજે જઇ રહ્યાં છો તો પહેલા આ ટિપ્સ ફોલો કરીને ચાંદીની ખરાઇ કરીને છેતરપિંડીથી બચો અને શુદ્વ ચાંદીને ઘરમાં વસાવો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code