
- મેકઅપ કીટ દરેક દુલ્હન માટે જરૂરી
- આ આઠ વસ્તુઓને રાખવી જરૂરી
- આ વસ્તુઓ સુંદરતામાં કરશે વધારો
છોકરીઓના લગ્નની તૈયારીઓ ખૂબ કાળજીથી કરવી પડે છે. કપડાં, જ્વેલરી, ફૂટવેરથી લઈને મેકઅપ કિટ સુધી દરેક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે,લગ્ન પછી દરેકની નજર લાંબા સમય સુધી નવી વહુ પર ટકેલી હોય છે.મેકઅપ કીટ ઘણા લોકો માટે નકામો ખર્ચ છે, પરંતુ વાસ્તવમાં મેકઅપ જ એક એવી વસ્તુ છે જે નવી વહુની સુંદરતામાં વધારો કરે છે.
લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં તમામ ધાર્મિક વિધિઓ દરમિયાન, પારિવારિક કાર્યો જેવા ઘણા પ્રસંગોએ, પુત્રવધૂએ મેક-અપ કરવો પડે છે. આવી સ્થિતિમાં નવી વહુની મેકઅપ કિટમાં આવી વસ્તુઓ રાખવી ખૂબ જ જરૂરી છે, જે તેના માટે ઉપયોગી થઈ શકે. જાણો એવા પ્રોડકટસ વિશે જે દરેક દુલ્હનની મેકઅપ કિટમાં હોવી જરૂરી છે.
ફાઉન્ડેશન
મેકઅપ કિટમાં ફાઉન્ડેશન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે મેકઅપ તેની સાથે શરૂ થાય છે. તેનાથી ચહેરા પરના તમામ ડાઘ છુપાઈ જાય છે અને ચહેરાનો રંગ સ્પષ્ટ દેખાય છે. આજકાલ માર્કેટમાં CC ક્રીમ પણ આવી રહી છે જેનો ઉપયોગ ફાઉન્ડેશનની જગ્યાએ કરી શકાય છે.
પ્રાઈમર અને કંસીલર
મેકઅપને લાંબા સમય સુધી ચાલવા માટે પ્રાઈમરની જરૂર હોય છે, તેથી ચોક્કસપણે વધુ સારી ગુણવત્તાનું પ્રાઈમર ખરીદો.આ સિવાય ચહેરાનો રંગ થોડો નિખારવા માટે કંસીલર અથવા કોમ્પેક્ટમાંથી એક વસ્તુ ચોક્કસથી ખરીદો.
આઈલાઈનર અને મસ્કરા
લાઇનર નાની આંખોને મોટી બનાવીને આંખોની સુંદરતામાં વધારો કરે છે. જ્યારે મસ્કરા પાંપણને હાઇલાઇટ કરે છે.માર્કેટમાં લાઇનરના ઘણા શેડ્સ ઉપલબ્ધ છે, જેને તમે કપડાંની મેચિંગ અનુસાર ખરીદી શકો છો.
આઈબ્રો પેન્સિલ અને કાજલ
કાજલ અને આઈબ્રો પેન્સિલ વિના આંખનો મેકઅપ અધૂરો છે. તમે બંને સારી ગુણવત્તાની અને લાંબા સમય સુધી ચાલતી વસ્તુઓ ખરીદો. બની શકે તો આઈ શેડો પણ ખરીદો.
લિપસ્ટિક
લિપસ્ટિક વિના બધો જ મેકઅપ અધૂરો છે. બજારમાં તમામ શેડ્સની લિપસ્ટિક ઉપલબ્ધ છે. તમે તમારી પસંદગી પ્રમાણે રંગ પસંદ કરો. પરંતુ લિપસ્ટિકની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખો.
નેલપેઈન્ટ
ચહેરાની સાથે હાથ-પગ પણ સુંદર લાગશે તો સારું લાગે છે. તેથી મનપસંદ નેલપેઈન્ટના ઓછામાં ઓછા બેથી ત્રણ શેડ્સ ખરીદો. જો તમે નેલ પેઈન્ટના શોખીન ન હોવ તો પણ ઓછામાં ઓછું એક નેલ પેઈન્ટ પાસે જ રાખો.
મોઇશ્ચરાઇઝર
જો લગ્ન શિયાળાના છે, તો મોઇશ્ચરાઇઝર વિના તમારું કામ નહીં ચાલે. મોઈશ્ચરાઈઝર ચહેરાને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે.
મેકઅપ રીમુવર
મેકઅપ કર્યા પછી તેને ઉતારવો પણ જરૂરી છે, તેથી મેકઅપ કીટમાં મેકઅપ રીમુવર રાખો. જો તમે ઈચ્છો તો મેકઅપ રિમૂવરને બદલે વેટ ટિશ્યુનો પણ ઉપયોગ કરી શકો છો.