1. Home
  2. ગુજરાતી
  3.  ભારત-રશિયા વચ્ચે એકે-203 રાઈફલના 5 હજાર કરોડની ડીલ પર  રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા વખતે થઈ શકે છે હસ્તાક્ષર
 ભારત-રશિયા વચ્ચે એકે-203 રાઈફલના 5 હજાર કરોડની ડીલ પર  રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા વખતે થઈ શકે છે હસ્તાક્ષર

 ભારત-રશિયા વચ્ચે એકે-203 રાઈફલના 5 હજાર કરોડની ડીલ પર  રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા વખતે થઈ શકે છે હસ્તાક્ષર

0
Social Share
  • ભારત રશિયા સાથે કરી શકે છે એકે 203 રાઈફલની ડીલ પર હસ્તાક્ષર
  • રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા સનયે થઈ શકે છે આ હસ્તાક્ષર

દિલ્હીઃ- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આવનારા મહિનાની અંદાજે 6 તારિખે ભારત મુલાકાત કરવાના છે,આ મામલે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે  આ સમય દરમિયાન ભારત અને રશિયા ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના ભાગરૂપે લાંબા સમયથી પડતર ‘AK-203’ કલાશ્નિકોવ રાઇફલ ખરીદી કરાર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર મંત્રણા કરવા માટે આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. ત્યારે 5 હજાર કરોડની આ ડીલ  પર હસ્તાક્શર કરી શકે છે જો આ શક્ય બને છે તો ભારતની તાકાતમાં વધારો થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ ની બેઠકમાં રાઇફલ્સ સંયુક્ત સાહસના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે આ હસ્તાક્શર વચ્ચેના જે અવરોધો  હતા તેને દૂર કરવામાં આવ્યા છે.

રાઈફલના રૂપિયા. રૂ. 5 હજાર કરોડના સોદા હેઠળ, ભારત-રશિયા સંયુક્ત સાહસ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં ઉત્પાદન સુવિધામાં 10 વર્ષમાં છ લાખથી વધુ એકે 203 રાઇફલ્સનું ઉત્પાદન કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કિંમત સહિતના વિવાદાસ્પદ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે બંને પક્ષોએ ગયા વર્ષે સિંઘની મોસ્કો મુલાકાત માટેના કરારને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. સંયુક્ત સાહસ દ્વારા AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સની નિકાસની શક્યતાઓ પણ શોધવાની અપેક્ષા છે. મોદી સાથે સમિટ માટે પુતિન 6 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code