1. Home
  2. ગુજરાતી
  3. માતૃભૂમિની રક્ષા કાજે દેશની દીકરીઓની પ્રતિબદ્વતા, NDA પરીક્ષા માટે 1.77 લાખ મહિલાઓએ અરજી કરી
માતૃભૂમિની રક્ષા કાજે દેશની દીકરીઓની પ્રતિબદ્વતા, NDA પરીક્ષા માટે 1.77 લાખ મહિલાઓએ અરજી કરી

માતૃભૂમિની રક્ષા કાજે દેશની દીકરીઓની પ્રતિબદ્વતા, NDA પરીક્ષા માટે 1.77 લાખ મહિલાઓએ અરજી કરી

0
Social Share
  • માતૃભૂમિની રક્ષા કાજે મોટા પ્રમાણમાં દેશની દીકરીઓ પ્રતિબદ્વ
  • સેનામાં અધિકારી બનવા માટેની NDA પરીક્ષા માટે 1.77 લાખ મહિલાઓએ કરી અરજી
  • દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં મહિલાઓએ કરી અરજી

નવી દિલ્હી: માતૃભૂમિની રક્ષા કાજે હવે દેશની દીકરીઓ પણ આગળ આવી રહી છે. દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બનશે જ્યારે હજારોની સંખ્યામાં મહિલાઓ NDA એક્ઝામ આપશે.

સેનામાં અધિકારી બનવા માટે લેવામાં આવતી NDAની પરીક્ષા માટે કુલ 1 લાખ 77 હજાર મહિલાઓએ અરજી કરી છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર મહિલાઓ એનડીએ પરીક્ષા આપી રહી છે અને પ્રથમ જ વારમાં આ પરીક્ષા માટે મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોએ અરજી કરી છે.

રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, NDA માટે કુલ 5,75,856 અરજીઓ આવી છે જેમાંથી 1,77,654 અરજી મહિલાઓએ કરી છે.

UPSC વર્ષમાં બે વાર NDA માટે પરીક્ષા લે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી NDAમાં મહિલાઓ માટેનો દરવાજો ખુલી ગયો છે અને પૂણેમાં એનડીએ એકેડમીમાં મહિલાઓ માટે ખાસ સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે NDAની પરીક્ષામાં ઉતિણ થનારી મહિલાઓને ભારતની ત્રણેય પાંખની સેનામાં મોટા ઓફિસરની પદ પર જઇ શકશે. જો કે તે પહેલા NDAમાં જ ત્રણ વર્ષની કડક ટ્રેનિંગ આપવામાં આવી છે. એક વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ થલસેના, વાયુસેના અને નૌસેનામાં જઇ શકે છે.

અત્રે જણાવવાનું કે આ પહેલા પણ મહિલાઓ અધિકારી તરીકે સેનામાં સામેલ થતી હતી પરંતુ માત્ર શોર્ટ સર્વિસ કમિશન પર, બાદમાં મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો કે મહિલાઓને પણ પર્માનેન્ટ કમિશન આપવામાં આવે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code