1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6 હજારથી વધુ કેસ – વિતેલા દિવસની સરખામણીમાં 18 ટકા વધુ
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6 હજારથી વધુ કેસ – વિતેલા દિવસની સરખામણીમાં 18 ટકા વધુ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6 હજારથી વધુ કેસ – વિતેલા દિવસની સરખામણીમાં 18 ટકા વધુ

0
Social Share
  • છેલ્લા 24 કલાકમાં 6 હજાર 317 કેસ સામે આવ્યા
  • કાલની સરખામણીમાં 18 ટકાથી વધુ કેસ નોંધાયા

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશભમાં કોરોનાના કેસની સંખ્યામાં પણ વધઘટ થતી જોવા મળી રહી છે,ઓમિક્રોનના ભયને લઈને કેન્દ્રએ રાજ્યને પત્ર પણ લખ્યો છે તેવી સ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 હજાર 317 નવા કેસ નોઁધાયા છે.જે વિતેલા દિવસની તુલનામાં 18.6 ટકા વધારે કહી શકાય છે.

ઉલ્લેખનીય છે કે દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 138.96 કરોડ રસીના ડોઝ પણ આપવામાં આવી ચૂક્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસ 1 લાખથી પણ નીચે પહોંચી ગયા છે,સક્રિય કેસની સંખ્યા 78 હજાર 190 છે.

આ સાથે જ જો દેશમાં સાજા થવાના દરની વાત કરીએ તો  ભારતમાં રિકવરી રેટ હાલમાં 98.40 ટકા જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં 6 હજાર 906 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને સાજા થયા છે. હવે સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 42 લાખ 1 હજાર 966 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 318 લોકોના મોત થયા છે.

આ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 57 થઈ ચૂકી છે. તે જ સમયે, ઓડિશામાં ઓમિક્રોન સ્વરૂપના કોરોના વાયરસના  બે નવા કેસ નોંધાયા છે. અધિકારીઓએ મંગળવારે કહ્યું કે રાજ્યમાં આ પ્રથમ નવા પ્રકારના કેસ છે. ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં અનુક્રમે ઓમિક્રોનના બે અને એક કેસ નોંધાયા છે.આવી સ્થિતિ વચ્ચે આજ રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી  આજે મહત્વની મોટી બેઠક યોજી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code