
ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ, એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ
- ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ
- એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ
એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ ટેલિગ્રામે 2021 ના છેલ્લા દિવસે રસપ્રદ સુવિધાઓનો સમૂહ રજૂ કર્યો છે. મેસેજિંગ એપને જે એક મહત્વપૂર્ણ ફીચર મળ્યું છે તે છે મેસેજ ટ્રાન્સલેશન ફીચર, જે કોઈપણ મેસેજિંગ એપમાં પ્રથમ વખત આવ્યું છે. વોટ્સએપ, સિગ્નલ સહિત અન્ય કોઈપણ મેસેજિંગ એપમાં મેસેજ ટ્રાન્સલેશન ફીચર નથી. ટેલિગ્રામે તેના iPhone તેમજ iPad એપ માટે મેસેજ રીએક્શન,ટ્રાન્સલેટ, હિડન ટેક્સ્ટ અને ઘણુંબધું સહિત કેટલાક નવા ફીચર્સ સાથે પોતાના લેટેસ્ટ અપડેટ રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે.
યુઝર્સ હવે મેસેજ બબલને ડબલ-ટેપ કરી શકે છે અને તે મેસેજની નીચે એક નાનો થમ્સ-અપ ઇમોજી દેખાશે.યુઝર્સ આ ફાસ્ટ રીએક્શન માટે સેટિંગ્સ – સ્ટિકર્સ અને ઇમોજી –ક્વિક રિસ્પોન્સ હેઠળ એપ્લિકેશનમાં ઇમોજી બદલી શકે છે. વધુ રીએક્શન માટે મેસેજ બબલ પર ટેપ કરીને રાખો, આ કર્યા પછી તમને ઘણા વિકલ્પો દેખાશે.
હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મેસેજને બીજી ભાષામાં સીધા એપમાં જ ટ્રાન્સલેટ કરી શકે છે.સેટિંગ-લેગ્વેજમાં ટ્રાન્સલેટ ફીચરને ઇનેબલ કરવાથી મેસેજને સિલેકટ કરતા સમયે કોન્ટેકસ્ટ મેનુમાં એક ટ્રાન્સલેટ બટન એડ થઇ જાય છે.તમે ફ્લુએન્ટ બોલવાવાળી કોઈ પણ ભાષા માટે ટ્રાન્સલેશન ફીચરને ડિસેબલ પણ કરી શકો છો. જે તે મેસેજને ટ્રાન્સલેટ બટનને છુપાવશે. ટ્રાન્સલેટ સુવિધા ટેલિગ્રામને સપોર્ટ કરતા તમામ Android ઉપકરણો પર ઉપલબ્ધ છે પરંતુ Apple ઉપકરણો પર iOS 15+ વર્ઝનની જરૂર છે. ઉપલબ્ધ ભાષાઓની સૂચિ યુઝર્સના ફોનની ઑપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.