1. Home
  2. ગુજરાતી
  3. હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ,પાંચ પોલીસ સ્ટેશન અને 3 પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી
હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ,પાંચ પોલીસ સ્ટેશન અને 3 પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ,પાંચ પોલીસ સ્ટેશન અને 3 પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી

0
Social Share
  • હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ
  • પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી
  • અલગ-અલગ રેંકના 310 પદો માટે સૃજનની મંજૂરી

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં પાંચ નવા પોલીસ સ્ટેશન અને ત્રણ પોલીસ ચોકીઓની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે.રાજ્યના શ્રીનગર અને બડગામ જિલ્લામાં પાંચ નવા પોલીસ સ્ટેશન બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે શનિવારે આ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનો અને પોલીસ ચોકીઓ સ્થાપવાનો આદેશ જારી કર્યો હતો.આ સિવાય સરકારે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ અને ફોલોઅરની 310 જગ્યાઓ બનાવવાની પણ મંજૂરી આપી છે.

સરકારી આદેશમાં શાલ્તેંગ, સંગમ, ખૈમ્બર, તેંગપોરા અને મૌચવા ખાતે પોલીસ એકમોના નિર્માણની જોગવાઈ છે.સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ‘i) શ્રીનગરના શાલ્તેંગ ખાતેનું પોલીસ સ્ટેશન, ii) શ્રીનગરમાં સંગમ ખાતેનું પોલીસ સ્ટેશન અને iii) શ્રીનગર અંતર્ગત ખિંબર, જાકુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકી, iv) તેંગપોરા પોલીસ સ્ટેશન હેઠળ શ્રીનગરમાં બટમાલૂમાં પોલીસ ચોકી અને v) બડગામના મોચાવા પોલીસ સ્ટેશન હેઠળ ચદૂરા ખાતે પોલીસ ચોકીના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે,શ્રીનગરના બેમિના, ચનાપોરા અને અહેમદ નગર વિસ્તારમાં ત્રણ પોલીસ ચોકીઓને અપગ્રેડ કરવામાં આવશે.વધુમાં સરકારે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર માટે 49 નવી પોસ્ટ્સ, કોન્સ્ટેબલ માટે 246 અને ફોલોવર માટે 15 નવી જગ્યાઓ સાથે વિવિધ રેન્કની 310 જગ્યાઓ બનાવવાની મંજૂરી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું,”શહેરમાં બે નવી પોલીસ ચોકીઓ બટામાલુ પોલીસ સ્ટેશન હેઠળની પોલીસ ચોકી તેંગપોરા અને પોલીસ ચોકી જાકુરા હેઠળની પોલીસ ચોકી ખૈમ્બર છે,” તેમણે કહ્યું કે,બડગામના મોચવા વિસ્તારમાં એક પોલીસ ચોકી પણ સ્થાપિત કરવામાં આવી છે,જે ચોકી ચદુરા હેઠળ કામ કરશે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે,નવા પોલીસ સ્ટેશનો અને પોલીસ ચોકીઓની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સુધી તેમના ઘરઆંગણે પહોંચવાનો અને આ વિસ્તારોમાં વિવિધ ગુનાઓને રોકવાનો છે.

 

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code