
છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી કોરોના પોઝિટિવ- ટ્વિટ કરીને આપી જાણકારી
- કોરોનાનો કહેર દેશભરમાં
- છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રી કોરોના પોઝિટિવ
છત્તીસગઢઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયેલો જોવા મળે છે, દિવસેને દિવસે આ કેસની સંખ્યા વધતી જઈ હી છે, ત્યારે કોરોનાના દૈનિક કેસો પણ વધી રહ્યા છે,જેને લઈને ઘણા રાજ્યોએ આંશિક પ્રતિબંધો લાગૂ કરી દીધા છે.આવી સ્થિતિમાં હવે આરોગ્યમંત્રી પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે.
કોરોના વાયરસનો નવો પ્રકાર ઓમિક્રોન ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ઓમિક્રોનના 1525 કેસ નોંધાયા છે. આ સિવાય તેણે કુલ 23 રાજ્યોમાં દસ્તક આપી છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 460 કેસ છે, જ્યારે દિલ્હી 351 કેસ સાથે બીજા સ્થાને છે.ત્યારે હવે છત્તીરસગઢના આરોગ્યમંત્રીને પમ કોરોના થયો છે.
છત્તીસગઢના આરોગ્ય મંત્રી ચટીએસ દેવ સિંહ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેમણે પોતાના ટ્વિટર પર આ અગે ટ્વીટ કર્યું કે કોરોના સંક્રમણના લક્ષણો જોયા બાદ આજે સાંજે રાયપુરમાં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો, જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ મારી તબિયત સારી છે અને ડોક્ટરોની સૂચના મુજબ હું હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યો છું.
તેમણે વધુમાં એમ પમ કહ્યું કે હું વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો મહેરબાની કરીને તમારો કોવિડ ટેસ્ટ કરાવો. રાજ્યના તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડના યોગ્ય નિયમોનું પાલન કરે અને જ્યાં સુધી તે જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહે.