1. Home
  2. ગુજરાતી
  3. એકતા કપૂરનો ખૂબ જ ચર્ચિત શો ‘નાગિન ’ સિઝન 6 નું ટિઝર થયું રિલીઝ 
એકતા કપૂરનો ખૂબ જ ચર્ચિત શો ‘નાગિન ’ સિઝન 6 નું ટિઝર થયું રિલીઝ 

એકતા કપૂરનો ખૂબ જ ચર્ચિત શો ‘નાગિન ’ સિઝન 6 નું ટિઝર થયું રિલીઝ 

0
Social Share
  • એકતા કપૂરનો ફેમ શો છે નાગિત
  • આજરોજ નાગિન સિઝન 6 નું ટિઝર રિલીઝ થયું
  • કોરોના મહામારી બાદ નાગિન પણ બદલાઈ

મુંબઈઃ-  એકતા કપૂર કે જે સિરીયલ બનાવા માટે મનોરંજન જગતનું જાણીતું નામ છે, ત્યારે તેના દ્રારા બનાવાયેલા ફેમસ શોની જો વાત કરવામાં આવે તો તે નાગિન છે, જે ખૂબ ચર્ચામાં રહે છે, જો કે આ શોમાં તેના કોન્સેપ્ટની ઘણી વખત ટીકા કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ તેને દર્શકો તરફથી એટલો જ  પ્રેમ મળ્યો છે.

ખૂબ જ પ્રચલીત બનેલો શો નાગિન હવે ‘નાગિન’ની સિઝન 6 ટૂંક સમયમાં આવવાની તૈયારીમાં જોવા મળે છે. આ શોનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. એવા સમયે જ્યારે કોરોના મહામનારીએ વિશ્વને ઝપેટમાં લીધું છે, ત્યારે તેની ઝલક ‘નાગિન’ના ટીઝરમાં પણ જોવા મળી છે. આ શો ક્યારે ટિવી પર જોવા મળશે તે અંગે હજી કોઈ માહિતી આપવામાં આવી નથી.

એકતા કપૂરે ‘બિગ બોસ’ના સ્ટેજ પરથી ‘નાગિન’ની નવી સિઝન ટૂંક સમયમાં શરુ થવાની હિંટ આપી હતી. ત્યારે હવે નાગિન 6 ના આ 22-સેકન્ડના ટીઝરમાં જોવા મળે છે કે વર્ષ 2019 સુધી દુનિયા કેવી સામાન્ય રીતે જીવતી હતી  જો કે 2020 માં કોરોના મહામારીનો પ્રકોપ હતો, બદલતી દુનિયા સાથે હવે સર્પ પણ બદલાઈ ગયો છે. ટીઝરની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે બદલાી રહી છે દુનિયા બદલાય રહી છે નાગિન, બદલતી દુનિયા સાથે તે  પરત ફરી રહી છે જેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. નાગિન 6 ટૂંક સમયમાં કલર્સ પર.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code