1. Home
  2. ગુજરાતી
  3. ICCએ મેન્સ ટેસ્ટ ટીમની કરી જાહેરાત: ભારતના અને પાક.ના સૌથી વધુ ખેલાડીને મળ્યું સ્થાન
ICCએ મેન્સ ટેસ્ટ ટીમની કરી જાહેરાત: ભારતના અને પાક.ના સૌથી વધુ ખેલાડીને મળ્યું સ્થાન

ICCએ મેન્સ ટેસ્ટ ટીમની કરી જાહેરાત: ભારતના અને પાક.ના સૌથી વધુ ખેલાડીને મળ્યું સ્થાન

0
Social Share
  • ICC Men Test Team Of The Year જાહેર
  • ભારતના રોહિત શર્મા, રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિનને મળ્યું સ્થાન
  • પાક.ના પણ ત્રણ ખેલાડીઓ સામેલ

નવી દિલ્હી: ICC સમયાંતરે ક્રિકેટ પ્લેયર્સના પરફોર્મન્સના આધારે રેન્કિંગ બહાર પાડે છે ત્યારે ICCએ વર્ષ 2021ની મેન્સ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. તેમાં ભારતના 3 ખેલાડીઓ રોહિત શર્મા, રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિનને જગ્યા મળી છે. કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ICCની ટેસ્ટી ટીમમાં આ વખતે ખાસ વાત એ છે કે ભારત તેમજ પાક.ના ત્રણ ત્રણ ખેલાડીઓ સામેલ છે. ન્યૂઝીલેન્ડના બે, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના અનુક્રમે 1-1 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ભારતે વર્ષ 2021માં 13 ટેસ્ટમાંથી 8માં જીત હાંસલ કરી હતી જેને કારણે ભારતના 3 ખેલાડી ટેસ્ટ ટીમમાં સામેલ છે.

ટેસ્ટ ટીમમાં શ્રીલંકાના દિમુથ કરુણારત્ને, ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન, ઇંગ્લેન્ડમાં જો રૂટ તેમજ પાક.ના હસન અલી, ફવાદ આલમ તેમજ શાહીન આફ્રિદીને સ્થાન મળ્યું. ન્યૂઝીલેન્ડ તરફથી કેન વિલિયમસન ઉપરાંત કાઇલ જેમીસન ટીમનો ભાગ રહ્યા.

ટીમમાં આ ખેલાડીઓ છે સામેલ

ICC ટેસ્ટ ટીમમાં રવિચંદ્રન અશ્વિન, રિષભ પંત, રોહિત શર્મા, કેન વિલિયમનસ, કાઇલ જેમીસન, માર્નસ લાબુશેન, જો રૂટ હસન, અલી ફવાદ, આલમ શાહીન, અફરિદી, દિમુથ કરુણારત્ને સામેલ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code