1. Home
  2. ગુજરાતી
  3. કોરોના પર ઝાયડસ-કેડિલાનો વાર,નીડલ-ફ્રી કોરોના વેક્સિનની સપ્લાય શરૂ
કોરોના પર ઝાયડસ-કેડિલાનો વાર,નીડલ-ફ્રી કોરોના વેક્સિનની સપ્લાય શરૂ

કોરોના પર ઝાયડસ-કેડિલાનો વાર,નીડલ-ફ્રી કોરોના વેક્સિનની સપ્લાય શરૂ

0
Social Share
  • કોરોના પર કેડિલા-ઝાયડસનો વાર
  • નીડલ-ફ્રી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ
    બુધવારે સરકારને મોકલી પ્રથમ બેચ

દિલ્હી: કોરોનાવાયરસના કારણે અત્યારે તમામ દેશો વેક્સિન બનાવી રહ્યા છે. મોટાભાગના દેશો કોરોનાને માત આપવા માટે વેક્સિન બનાવી રહ્યા છે ત્યારે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી ZycoV-Dની સપ્લાય શરૂ કરી દીધી છે. જાણકારી અનુસાર Zydus Cadila દ્વારા ઉત્પાદિત Zycov-D એ સોય-મુક્ત (Needle-Free) રસી છે, જેને લાગુ કરવા માટે સોયની જરૂર નથી. આ રસી સોય-મુક્ત ઇન્જેક્ટર દ્વારા આપવામાં આવશે.

ઝાયડસ કેડિલાની આ રસી ગયા વર્ષે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે Zycov-Dના એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે, સોય-મુક્ત ઇન્જેક્ટર ખરીદવા માટે 93 રૂપિયા અલગથી ચૂકવવા પડશે. આમ, Zycov-D ના એક ડોઝની કુલ કિંમત 358 રૂપિયા થશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ શરૂ થયું હતું. શરૂઆતમાં આ રસી માત્ર હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવતી હતી. ત્યારબાદ 1 મે, 2021થી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવી હતી. વર્ષ 2022 શરૂ થતાં જ દેશમાં બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. 3 જાન્યુઆરી 2022 થી, દેશભરમાં 15 વર્ષથી વધુ ઉંમરના તમામ બાળકોને રસી આપવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code