1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજનું કામ પૂર્ણ થયાને મહિના વીતિ ગયા, પણ ટ્રેન શરૂ કરlતી નથી
બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજનું કામ પૂર્ણ થયાને મહિના વીતિ ગયા, પણ  ટ્રેન શરૂ કરlતી નથી

બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજનું કામ પૂર્ણ થયાને મહિના વીતિ ગયા, પણ ટ્રેન શરૂ કરlતી નથી

0
Social Share

અમદાવાદઃ બોટાદથી અમદાવાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇનનું ગેજ કન્વર્ઝનનું કામ મહિનાઓથી પૂર્ણ થઈ ગયું હોવા છતાં, નાના નાના કામો આટોપી લેવામાં રેલ તંત્ર આળસ અનુભવી રહ્યું હોવાને કારણે હજુ પણ નવા ટ્રેક પર મુસાફર ટ્રેન દોડાવી શકાતી નથી. બોટાદ થી લોથલ વચ્ચેનું લાઈનનું રેલવે સેફટીની કમિશનર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યાને મહિનાઓ વિતી ગયા છે પરંતુ લોથલથી ગાંધીગ્રામ વચ્ચેનું ઇન્સ્પેક્શન હજુ પણ બાકી હોવાથી તેને લીલી ઝંડી મળી શકતી નથી.

બોટાદથી અમદાવાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન પર લાંબા સમયથી માલગાડી દોડાવવામાં આવી રહી છે અને હજુ સુધી કોઈ સમસ્યા સપાટી પર આવી નથી. પરંતુ રેલવે સેફટીની કમિશનરના લોથલ ગાંધીગ્રામ વચ્ચેના ઇન્સ્પેક્શન કામ બાકી હોવાને કારણે મુસાફર ટ્રેન ચલાવી શકાતી નથી. જો આ કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે તો ભાવનગર થી અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન દોડાવી શકાય તેમ છે. અને ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો અને સમય ઈંધણની બચત પણ થઈ શકે તેમ છે. બોટાદ-અમદાવાદ વચ્ચે મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરનું કામ પૂર્ણ થયે મહિનાઓ વિતી ગયા છે, થતાં ટ્રેન સેવા શરૂ કરવામાં આવતી નથી.

આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર કોમર્શિયલ મેનેજર માશુક એહમદે જણાવ્યું હતું કે, બોટાદ થી અમદાવાદ વચ્ચેનું ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે, પરંતુ લોથલથી ગાંધીગ્રામ વચ્ચે રેલવે સેફટી કમિશનરનું ઇન્સ્પેક્શન બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code