1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આયશર પાછળ ટ્રેલર ઘૂંસી ગયું, એકનું મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આયશર પાછળ ટ્રેલર ઘૂંસી ગયું, એકનું મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આયશર પાછળ ટ્રેલર ઘૂંસી ગયું, એકનું મોત

0
Social Share

અમદાવાદઃ  વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતો વધતા જાય છે. ગત રાત્રીએ સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલર ચાલકે આઇસરને પાછળથી ટક્કર મારતા ટ્રેલર ચાલકની કેબિનમાં આગ લાગતા ટ્રેલરમાં સવાર ચાલક ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલર ડિવાઈડર તોડી અમદાવાદ વડોદરા સાઈડ પર જતું રહ્યું હતું. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.જોકે આઇસર ચાલક ફરાર છે.આ અંગે દસક્રોઈ ના કણભા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર  હરણીયાવ ગામ નજીક  પાઇપો ભરેલા ટ્રેલરે આગળ જતી આઇસરને પાછળથી ટક્કર મારતા ટ્રેલરનું કેબિન સળગી જતા ટ્રેલર ચાલક ભડથું થઈ ગયો હતો અકસ્માત બાદ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી હતી.આગ ઓલવ્યા બાદકેબિનના સળગી ગયેલા ભાગમાંથી ટ્રેલરચાલકની લાશ બહાર કાઢી હતી. ટ્રેલર ચાલકના માથે ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ કમરથી ઉપરનો ભાગ બળી ગયો હતો મૃત્યુ પામનારો ટ્રેલર ચાલક 44 વર્ષીય નરેશ જગદીશ મહંતો મૂળ બિહારનો હોવાનું જાણવા મળ્યુ  છે.

આઇસર પાછળ ટ્રેલર અથડાયા બાદ ટ્રેલર પાછળ ટેન્કર અથડાયું હતું .જે ડિવાઈડર તોડી વિરુદ્ધ દિશામાં અમદાવાદ – બરોડા સાઈડ તરફ જતું રહ્યું હતું. ટ્રેલરના ક્લીનર હરજીન્દરસિંહને ઇજાઓ થઈ હતી. કણભા પોલીસે નોંધેલી ફરિયાદમાં ટ્રેલર ચાલકે પુર ઝડપે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી આગળ જતી આઇસરને પાછળના ભાગે ભટકાડી ,માથાના ભાગે ઇજાઓ થતા ટ્રેલર કેબિનમાં આગ લાગતા બળી જતા ચાલક મરણ પામેલ છે. ટ્રેલર ચાલક વિરુદ્ધ તપાસ કરવા ફરિયાદ નોંધાઇ છે. ટેન્કર ચાલકે આઇસરને ભટકાડી બાદમાં આઇસર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code