1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં વરસાદી માહોલ – હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ
દિલ્હીમાં વરસાદી માહોલ – હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ

દિલ્હીમાં વરસાદી માહોલ – હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ

0
Social Share
  • દિલ્હીમાં અટકી અટકીને આવી રહ્યો છે વરસાદ
  • હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, વિતેલા દિવસથી જ ઘીમી ઘારે અટકી અટકીને વરસાદ વરસી રહ્યો છે, રાજધાનીમાં ફરી એકવાર વરસાદ શરુ છે. હવામાન વિભાગે આ આગાહીપ્રમાણે આજે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆરમાં લાંબા સમયથી વરસાદની સાથે સાથે સાથે હળવા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ફરી એકવાર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ઉલ્લેખનીય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિની અસર વિતેલા દિવસને મંગળવારે પણ જોવા મળી હતી. સવાર પડતા જ રાજધાનીમાં કાળા વાદળો છવાઈ ગયા. આ દરમિયાન કેટલાક સ્થળોએ હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં બે વધુ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ત્રણ વધુ હતું. છેલ્લા 24 કલાકમાં હવામાં ભેજનું પ્રમાણ 45 થી 95 ટકા રહ્યું હતું.

આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ નોંધાઈ શકે છે. તેમજ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ 22 અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમાપ્ત થયા બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code