
પાંખોવાળી માછલીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
- પાંખોવાળી માછલીનો વીડિયો થયો વાયરલ
- જોઈને તમે પણ દંગ રહી જશો
- લોકોએ કહ્યું – આ એક વિચિત્ર પ્રાણી છે
માનવી ભલે હજારો વર્ષોથી આ ધરતી પર રહે છે, પરંતુ તેમ છતાં તે પૃથ્વીના અનેક રહસ્યોથી અજાણ છે.સમય-સમય પર જ્યારે કેટલાક રહસ્યો સામે આવે છે, ત્યારે દરેક તેના વિશે જાણીને દંગ રહી જાય છે. ખાસ કરીને પ્રાણીઓને લગતી નવી માહિતી વધુ આશ્ચર્યજનક છે.એવું માનવામાં આવે છે કે,વિશ્વમાં પ્રાણીઓની 8 મિલિયનથી વધુ પ્રજાતિઓ છે, પરંતુ તેમાંથી ઘણા હજુ પણ અજાણ્યા છે.એવામાં અચાનક કોઈ અજાણ્યું પ્રાણી તમારી સામે આવી જાય તો તમને આશ્ચર્ય થશે.આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા દંગ રહી ગયા છે.આ વીડિયોમાં એક પાંખવાળી માછલી જોવા મળી રહી છે.ભાગ્યે જ તમે તમારા જીવનમાં પાંખોવાળી માછલી જોઈ હશે.આનાથી દરેકને આશ્ચર્ય અને મૂંઝવણ થઈ ગઈ છે કે, તે માછલી છે કે અન્ય કોઈ પ્રાણી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક માણસે પોતાના હાથમાં માછલી જેવું પ્રાણી પકડ્યું છે.તેની રચના બિલકુલ માછલી જેવી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેની પાસે બે મોટી-મોટી પાંખો પણ છે. એવું લાગે છે કે,તે માછલી નહીં પણ ઉડતું પ્રાણી છે,પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ તેને પાણીમાં છોડી દે છે અને તે પ્રાણી પાણીમાં જતાની સાથે જ ખૂબ જ ઝડપથી ભાગી જાય છે. તે માછલીની જેમ જ સ્વિમિંગ કરે છે.એવામાં તેને પાંખવાળી માછલી માનવામાં આવી રહી છે.
આ પાંખવાળી માછલીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર roamtheocean નામથી શેર કરવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે,તમે ક્યારેય આવી રીતે ઉડતી વસ્તુ સાથે ટકરાયા છો? પક્ષી, દેડકા, માછલી??? કોણ જાણે આ શું છે?
લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે આ જીવને ઉડતો દેડકો ગણાવ્યો છે, જ્યારે બીજા યુઝરે કહ્યું છે કે,આ વાસ્તવમાં એક વિચિત્ર પ્રાણી છે.