1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેનથી એર ઈન્ડિયાનું વિમાન રોમાનિયાના થઈને આજે 400થી વધુ ભારતીયો દેશમાં પરત લાવશે
યુક્રેનથી એર ઈન્ડિયાનું વિમાન રોમાનિયાના થઈને આજે 400થી વધુ  ભારતીયો દેશમાં પરત લાવશે

યુક્રેનથી એર ઈન્ડિયાનું વિમાન રોમાનિયાના થઈને આજે 400થી વધુ ભારતીયો દેશમાં પરત લાવશે

0
Social Share
  • આજે 470 ભારતીયોની વતન વાપસી
  • યુક્રેનથી એર ઈન્ડિયાની ફ્લાઈટથી ભારત આવશે

 

દિલ્હીઃ રશિયાએ કરેલા યુક્રેન પર હુમલાને કારણે ઘણા લોકો યુક્રેનમાં ફસાયા છે ત્યારે ભારતના પણ અનેક લોકો યુક્રેનમાં જીવના જોખમે જોવા મળે છે, જો કે કેન્દ્રની સરકારે આ ભારતીયોને પરત લાવવા માટે મિશન હાથ ધર્યું છે ત્યારે આજે પ્રથમ એર ઈન્ડિયાની ફ્લાઈટ રોમાનિયા થઈને ભારત આવી રહી છે.

આજે હવે રોમાનિયાથી એર ઇન્ડિયાનું પ્રથમ વિમાન ભારત આવવા તૈયાર છે. વિદેશ મંત્રાલયે અગાુ જણાવ્યું જ હતું કે હંગેરીના માર્ગે યુક્રેનમાંથી તમામ ભારતીયોને લાવવામાં આવશે.

રશિયા દ્રારા હુમલા દરમિયાન  પશ્ચિમ યુક્રેનના લિવ અને ચેર્નેવ્ત્સી શહેરોમાં ભારતીય વિદેશ મંત્રાલયના કેમ્પ સક્રીય  થતાજ ભારતીયોએ હાશકારો અનુભવ્યો હતો અને તેના કરાણે ભારતીયોની વતન વાપસી થઈ રહી છે.

સરકાર દ્રારા શરુ કરવામાં આવેલા આ અભિયાનમાં એર ઇન્ડિયાની  મહત્વની ભૂમિકા જોવા મળે છે જે અતંર્ગત આજે પણ 4 ફ્લાઈટ યુક્રેન માટે રવાના થનાર છે. આ સ્થિતિમાં દેશમાં પરત ફરવું દરેક ભારતીયો માટે જીવના જોખમમાંથી બહાર આવ્યા બરાબર હોવાથી તેઓએ ખુશી વ્યક્ત કરી હતી

આ સાથે જ એર ઇન્ડિયાએ એક  મેસેજ શેર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે હિમ્મત સાથે આપણી જુની યારી છે. આજે યુક્રેન માટે મહારાજની ચાર ફ્લાઇટઉડાન ભરશે. જેમાંથી 1 ફ્લાઇટ દિલ્હીથી બુડાપેસ્ટ અને બે ફ્લાઇટ બુચારેસ્ટ જશે. જ્યારે એક ફ્લાઇટ મુંબઇથી બુચારેસ્ટ માટે રવાના થશે. પ્રથમ ફ્લાઇટમાં 470 વિદ્યાર્થીઓને રોમાનિયાથી પરત લાવવામાં આવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code