પાકિસ્તાની યુવતીએ યુક્રેનથી બહાર આવતા જ ભારત તથા પીએમ મોદીનો માન્યો આભાર – ભારતીય દૂતાવાસની કરી સરહાના
- પાકિસ્તાની યુવતી ભારતના કારણે બહાર આવી
- અસ્મા શફીક એ ભારત અને પીએમ મોદીનો આભાર માન્યો
દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી ભારત પોતાના અને બીજા દેશઓના લોકોને બહાર કાઢવાનો પ્તય્ન કરી રહ્યું છે ,ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી હજારો ભારતીયોની વાપસી થઈ ચૂકી છે.
પીએમ નરેન્દ્ર મોદીની પહેલ પર, પુતિન અને ઝેલેન્સકી યુદ્ધ અટકાવીને માનવતાવાદી કોરિડોરમાંથી લોકોને સુરક્ષિત રીતે બચાવવાની તક આપી રહ્યા છે. ત્યાં ફસાયેલા ઘણા પાકિસ્તાનીઓ પણ કિવમાં ભારતીય દૂતાવાસની મદદથી સહીસલામત બહાર આવી રહ્યા છે. જે લોકો યુ્ધની સ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે તેઓ ભારતનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનની યુવતી અસમા શફીકને કિવમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ એ હેમખેમ બહાર કાઢી છે. તે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફાસઈ ગઈ હતી. જે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. આ દરમિયાન, જ્યારે તેને ભારતીય દૂતાવાસમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો વિશે ખબર પડી તો તેણે ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો. તેના પર અસમાને પણ અન્ય ભારતીયોની સાથે પશ્ચિમ યુક્રેન લઈ જવામાં આવી રહી છે. તે જલ્દી જ તેના પરિવાર પાસે પહોંચી જશે
આવી જ એક પાકિસ્તાની યુવતી અસ્મા શફીકને પણ ભારતીય ટીમે યુક્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢી છે. તે જલ્દી ઘરે પરત ફરશે. અસ્માએ આ મદદ માટે પીએમ મોદી અને ભારતીય દૂતાવાસનો આભાર માન્યો છે. આભઆર માનતો વીડિયો પણ સામે આવ્યો છે.