1. Home
  2. ગુજરાતી
  3. સિદ્ધાર્થ મલ્હોત્રા -રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ “મિશન મજનૂ’ની રિલીઝ ડેટ આવી સામે – આ તારીખે થશે રિલીઝ
સિદ્ધાર્થ મલ્હોત્રા -રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ “મિશન મજનૂ’ની રિલીઝ ડેટ આવી સામે – આ તારીખે થશે રિલીઝ

સિદ્ધાર્થ મલ્હોત્રા -રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ “મિશન મજનૂ’ની રિલીઝ ડેટ આવી સામે – આ તારીખે થશે રિલીઝ

0
Social Share
  • સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મિશન મજનૂની રિલ્ઝઈ ટેડ સામે આવી
  • 10 જૂનના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઈઃ- કોરોનાકાળ બાદ બોલિવૂડ જગતમાં ફિલ્મોની લાઈન લાગી છે કેટલીક ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે તો કેટલીક ફિલ્મો રિલીઝની તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે હવે અભિનેતા  અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી રશ્મિકા મંદન્નાની આગામી ફિલ્મ મિશન મજનૂની રિલીઝ ડેટ  સામે આવી ચૂકી છે.

આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલાના આરએસવીપી અને ગિલ્ટી બાય એસોસિએશન દ્વારા સાથે મળીને  કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હવે 10 જૂન, 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મની રિલીઝ ડેટ સાથે જોડાયેલા આ સમાચાર RSVP અને ગીલ્ટી બાય એસોસિએશનને સપોર્ટ કરતા પ્રોડક્શન હાઉસ દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરેક સાથે શેર કરવામાં આવ્યા છે.

મિશન મંજનુની વાર્તા, શાંતનુ બાગચી દ્વારા દિગ્દર્શિત, 1970 ના દાયકામાં એક રસપ્રદ રીતે સેટ કરાયેલી જાસૂસી થ્રિલર છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પાકિસ્તાનની ધરતી પર ગુપ્ત ઓપરેશનનું નેતૃત્વ કરતા રો એજન્ટની ભૂમિકા ભજવે છે. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ રશ્મિકા મંદન્નાની હિન્દી ડેબ્યુ ફિલ્મ પણ છે. આ ફિલ્મ સાથે શાંતનુ બાગચી સિદ્ધાર્થ અને રશ્મિકાની નવી જોડી દર્શકોને જોવા મળશે. ખાસ વાત એ છે કે સિદ્ધાર્થની અગાઉની હિટ ફિલ્મ શેરશાહ અને રશ્મિકાની ધમાકેદાર બ્લોકબસ્ટર પુષ્પા પછી, હવે તે બંનેને એકસાથે સ્ક્રિન શેર કરતા જોવા મળશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code