
ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશેઃ પીયુષ ગોયલ
નવી દિલ્હીઃ પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં હતા. ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપનો લહેરાયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે તેમજ ઠેર-ઠેર ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશે.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ઈમાનદાર સરકાર ફરી એકવાર જનતાની સેવા કરતી રહેશે. અમે દિવસ-રાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવામાં લાગેવા છીએ. અમને સેવાનો મોકો આપવા બદલ જનતાના આભારી છે. હું માનું છું કે, ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ વિધાનસભાની 403 બેઠકો પૈકી 260થી વધારે બેઠકો ઉપર ભાજપ જીતી રહ્યું છે. આવી જ રીતે ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ સહિતના પક્ષોનું ભારે ધોવાણ થયું છે. જો કે, ઉત્તરપ્રદેશમાં વર્ષ 2017ની સરખામણીએ સમાજવાદી પાર્ટીની બેઠકોમાં વધારો થયો છે.