1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. રાજકોટમાં ખાદ્યતેલના ભાવ વધ્યા, લોકોનો આર્થિક બોજ વધશે
રાજકોટમાં ખાદ્યતેલના ભાવ વધ્યા, લોકોનો આર્થિક બોજ વધશે

રાજકોટમાં ખાદ્યતેલના ભાવ વધ્યા, લોકોનો આર્થિક બોજ વધશે

0
Social Share
  • ખાદ્યતેલના ભાવમાં વધારો
  • તેલના ડબ્બાના ભાવ 2500નો પાર
  • મધ્યમ વર્ગના લોકોને તકલીફ

રાજકોટ: યુક્રેન રશિયા વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેની અસર હવે દરેક ક્ષેત્ર પર જોવા મળી રહી છે. કેટલીક વસ્તુઓના ભાવ પણ વધી ગયા છે અને તેના કારણે મધ્યમ વર્ગનો માણસ વધારે હેરાન પરેશાન થઈ રહ્યો છે.ખાદ્યતેલમાં બજારમાં તેજીનો દોર સતત ચાલુ જ છે. ખાદ્યતેલ તેલીબીયા બજારમાં ઝડપી ઉછાળો આવ્યો છે. ત્યારે આજે ફરી સિંગતેલમાં અને કપાસીયામાં રૂ.25નો ભાવ વધારો થયો છે. જેની સાથે આજે સિંગતેલનોનવો ભાવ2575થી 2625 અને કપાસિયાનો 2525-2575થઇ ગયો છે.

માત્ર સિંગતેલ કપાસીયા જ નહીં પરંતુ પામોલીન, મસ્ટર્ડ ઓઇલ અને સનફલાવર તેલ 2500ની સપાટીએ પહોંચ્યું છે. યુક્રેન રશિયાની યુદ્ધની પરિસ્થિતિ ખાદ્યતેલ પર મોટી અસર પડી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં મોટાભાગનો વર્ગ મધ્યમ વર્ગ છે અને તે લોકોના બજેટ હંમેશા ખોરવાય છે જ્યારે આ પ્રકારના ભાવ વધારા થાય છે ત્યારે. દેશમાં મોટાભાગના લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે ખાસ કરીને ત્યારે જ્યારે પેટ્રોલ અને ગેસના ભાવમાં વધારો થાય છે ત્યારે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code