1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરમાં નૌગામમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ – એક આતંકી ઢેર
જમ્મુ કાશ્મીરમાં નૌગામમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ – એક આતંકી ઢેર

જમ્મુ કાશ્મીરમાં નૌગામમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ – એક આતંકી ઢેર

0
Social Share
  • જમ્મુ કાશ્મીરના નોગામમાં આતંકી સેના સામસામે
  • સેનાએ એક આતંકીનો કર્યો ખાતમો

શ્રીનગર- જમ્મુ કાશ્મીર પ્રદેશ અંત્યંત સંવેદનશીલ પ્રદેશ ગણાય છે જ્યા અવાર નવાર આતંકી ઘટનાઓ બનતી રહે છે, આતંકીઓ અવારનવાર અહી નાપાક ઈરાદાઓને અંજામ આપતા હોય છે જોકે સેના સતત ઊભાપગે રહીને આતંકીઓ સામે લડત આપી રહી છે અને તેમના નાપાક મનસુબાઓને નાકામ કરી રહી છે,ત્યારે આજે ફરી અહી સેના અને આતંકી વચ્ચે અથડામણની ઘટના બની છે.

મીડિયા એહવાલ પ્રમાણે શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં એક આતંકી માર્યો ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘણા આતંકીઓને ઘેરી લીધા છે.

આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ ઘધટનાને મામલે જણાવ્યું કે શ્રીનગરના નૌગામ એન્કાઉન્ટરમાં ખાનમોહના સરપંચ સમીર ભટની હત્યામાં સામેલ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર ટીએરએફ સંગઠનના આતંકીઓને સુરક્ષઆદળોના જવાનો દ્રારા  ઘેરવામાં આવ્યા  છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક સ્થાનિક આતંકવાદીની ઓળખ ઓવૈસ તરીકે થઈ છે. એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-56 રાઈફલ, 3 એકે મેગેઝીન અને 80 એકે રાઉન્ડ ઉપરાંત ગુનાહિત સામગ્રી, હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code