
દેશના લોકોને ટૂંક સમયમાં જ મળશે હેલ્ધી ફૂડના વિકલ્પો-10 વર્ષની ડાયેટરી ગાઈડલાઈન્સમાં સુધારો કરવામાં આવી રહ્યો છે
- 10 વર્ષના ખોરાક સંબંધિત દિશાનિર્દેશોમાં થી રહ્યો છે સુધારો
- ભારતીયોને જલ્દી મળશે સ્વસ્થ આહારના વિકલ્પો
દિલ્હીઃ- દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સારો આહાર લેવો જરુરી બને છે, સ્વસ્થ્ આહાર સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જો આહાર સારો રહેશે તો જીવન જીવવું સરળ અને સારુ બનશે, ત્યારે હવે પૌષ્ટિક ખોરાક લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ લોકોને ખબર નથી કે સ્વસ્થ પોષણયુક્ત ખોરાક શું છે, આ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન, ICMR દ્વારા જારી કરાયેલ આહાર માર્ગદર્શિકામાં તંદુરસ્ત આહાર અને જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સુધારો કરવામાં આવી રહ્યો છે.
આ બાબતે NIN ના નિયામકએ રવિવારના રોજ જણાવ્યું હતું કે હાલની 15 માર્ગદર્શિકાઓને સંપૂર્ણ રીતે સુધારવામાં આવી રહી છે અને તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવા માટે ફૂડ લેબલની માહિતીનો ઉપયોગ કરવા માટે નોંધપાત્ર ઉમેરો કરવામાં પણ આવશે. જેનું સંશોધન 2011માં કરવામાં આવ્યું હતુ
આ સાથે જ માહિતી આપવામાં આવી હતી કેસમગ્ર દેશમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ખાદ્યપદાર્થોની તાજેતરમાં સુધારેલ ખાદ્ય રચના ડેટા અને ભારતીયો માટે સુધારેલી પોષક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
આ સાથે જ જેને સરળતાથી સમજી શકાય તેવા ‘માય પ્લેટ ફોર ધ ડે’ ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે, વર્તમાન આવૃત્તિ વિવિધ વય જૂથો, લિંગ અને પ્રવૃત્તિ સ્તરના લોકો દ્વારા દૈનિક આહારમાં સમાવવા માટેના વિવિધ ખાદ્ય જૂથોની સ્પષ્ટ માહિતી સાથે ખોરાક આધારિત અભિગમ પ્રદાન કરાશે,ડો. એકવાર ફાઇનલ થયા બાદ, તેને હિસ્સેદારોની બેઠકો, આરોગ્ય કાર્યકર્તાની વર્કશોપ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, નીતિ સંસ્થાઓ, અમલીકરણ એજન્સીઓ, આરોગ્ય કર્મચારીઓ અને મીડિયા સાથેની ક્રિયાપ્રતિક્રિયા સહિતની પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી દ્વારા જાહેર પ્રચાર માટે બહાર પાડવામાં આવશે.