1. Home
  2. ગુજરાતી
  3. કેસર કેરીનું એક મહિનુ મોડુ આગમન થશે, કેરી શોખીનોએ વધારે કિંમત ખર્ચવી પડશે
કેસર કેરીનું એક મહિનુ મોડુ આગમન થશે, કેરી શોખીનોએ વધારે કિંમત ખર્ચવી પડશે

કેસર કેરીનું એક મહિનુ મોડુ આગમન થશે, કેરી શોખીનોએ વધારે કિંમત ખર્ચવી પડશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્રની કેસર કેરી સમગ્ર દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ બજારમાં કેરીઓનું આગમન થઈ રહ્યું છે. પરંતુ કેસર કેરીના રસિકોને આ વર્ષે કેસર કેરીની ઉંચી કિંમત ચુકવવી પડે તેવી શકયતા છે. તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદ અને મધીયા રોગના કારણે કેરીનું ઉત્પાદન ઘટવાની શકયતા છે. તેમજ એક મહિનો મોડી કેસર કેરીની આગમન થવાની શકયતા છે.

ફ્ળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરી કદાચ આગામી મહિનામાં ફ્રૂટની બજારો મા એન્ટ્રી કરશે. પરંતુ આ વર્ષ કેસર કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે અને ગીરમાં કેસર કેરીનું મબલખ પાક ઉત્પાદન થાય છે. પરંતુ તાઉતે વાવાઝોડા તેમજ મધીયા રોગના કારણે કેસરના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે અને ઉના ગીર ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કેસર કેરીના ઝાડ તહેસ નહેસ થઈ ગયા હતા. જેના કારણે આ વર્ષ કેસર ગત વર્ષની તુલનાએ 50 ટકાથી પણ ઓછુ ઉત્પાદન થાય તેવું ખેડૂતો નું કહેવું છે. તાલાલામાં પણ ભારે નુકશાન થયું છે જેના કારણે આ વર્ષ કેસર ના પાક ઓછો આવશે અને તેના ભાવ પણ આસમાને જાય તવી સંભાવના છે.

બીજી તરફ વાવાઝોડા બાદ અન્ય રોગોના કારણે પણ કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. વાતાવરણમા સતત પલટો કમોસમી વરસાદ અને મધીયો સહિતના રોગોના કારણે કેસરના પાકને ખૂબજ નુકશાન થયું છે તો આ વર્ષ એક મહિનો પાછોતરું આવરણ પણ છે એટલે કે સિઝન એક મહીનો મોડી છે. ગતવર્ષે એક બોક્સ 500 થી 700 રૂપિયા વહેંચાતું હતું તે આ વર્ષ બમણાં ભાવથી વેચવાની શક્યતા છે. એટલે કે આ વર્ષ 10 kg કેસરના બોક્સના 1200 થી 1500 રૂપિયા ભાવ રહેવાનું ખેડૂતો કહી રહ્યા છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code