1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીપાવાવની સરપ્રાઈઝ વિઝટે આવેલા સિંહના ટોળાંને જોઈ સિક્યુરિટી જવાનો કેબીનમાં પુરાઈ ગયા

પીપાવાવની સરપ્રાઈઝ વિઝટે આવેલા સિંહના ટોળાંને જોઈ સિક્યુરિટી જવાનો કેબીનમાં પુરાઈ ગયા

0
Social Share

રાજુલાઃ અમરેલી અને ગીર પંથકમાં પણ ગરમી વધતી જાય છે. અસહ્ય તાપમાન માત્ર માનવીને નહીં પણ પશુ -પંખીઓને પણ અકળાવી મુકે છે. ત્યારે વનરાજો પણ રાતના સમયે ઠંડક મેળવવા માટે દરિયા કાંઠા વિસ્તારમાં મુકામ કરતા હોય છે. દરમિયાન  અમરેલી જિલ્લાના રાજુલા નજીક પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના BMS માર્ગ પર સિક્યુરિટી ચેક પોસ્ટ પર 5 સિંહોનું ટોળુ આવી ચડ્યું હતું. જેને લઈ સિક્યુરીટી જવાનોમાં દોડધામ મચી હતી. સિક્યુરિટી કર્મીઓ ખુરશીઓ છોડી ઓફિસમાં ઘુસી ગયા હતા. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના રાજુલા નજીક પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના BMS માર્ગ પર સિક્યુરિટી ચેક પોસ્ટ આવેલી છે. જ્યાં સિક્યુરિટી કર્મીઓ વાહનો ચેકિંગ કરે છે. ત્યારે આ ચેક પોસ્ટ પર અચાનક 5 સિંહોનું ટોળુ આવી ચડ્યુ હતું. જેને કારણે સિક્યુરિટી જવાનોમાં ભાગ દોડ મચી હતી. સિંહોને જોતા જ સિક્યુરિટી જવાનો ખુરશીઓ છોડીને ઓફિસમાં ઘુસી ગયા હતા. અને મોબાઈલના વિડિયો દ્વારા સિંહના ટોળાંનું શુટિંગ કર્યુ હતું.

દેશ અને ગુજરાતની શાન ગણાતા સિંહો અમરેલી જિલ્લામાં વધુ જોવા મળે છે. જેને જોવા માટે લોકો દેશ વિદેશ અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા હોય છે. જોકે, હાલ સિંહોની હાલત ખરાબ બની હોય તેમ સિંહો ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આમ તેમ ભટકતા જોવા મળી રહ્યા છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારના સિંહો અત્યંત મુશ્કેલીઓ વચ્ચે ફરી રહ્યા હોવાનું જોવા મળે છે.(file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code