ઈઝરાયેલના PMને નફ્તાલી બેનેટને જાનથી મારી નાખવાની ધમકી મળી – પોલીસ તપાસમાં લાગી
- ઈઝરાયેલના પીએમને મળી જાનથી મારી નાખવાની ઘમકી
- ધમકી ભર્યા પત્ર સાથે કારતૂસ મોકલ્યા
દિલ્હીઃ- ઇઝરાયેલના રાજકરણમાં હાલ ઉથલપાઠલ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં વડા પ્રધાન નફતાલી પણ મુશકેલીમાં મૂકાયા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે નફ્તાલી બેનેટ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
આ સાથે જ ધમકી આપનાર વતી પીએમના પરિવારને ધમકીભર્યો પત્ર સાથે કારતૂસ પણ મોકલવામાં આવ્યા છે. આ ઘટના બાદ વડાપ્રધાન અને તેમના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ પોલીસે આ ધમકીભર્યા પત્ર પાછળ કોનો હાથ છે તે શોધવાનું શરૂ કરી દીધું છે.
આ સમગ્ર મામલે ઈઝરાયલ પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વડાપ્રધાન નફતાલી બેનેટના પરિવારને એક પત્ર અને કારતુસ મોકલવામાં આવ્યા છે આ પ્તરમાં તેમણે ધમકી આપી છે કે તેઓને જાનથી મારી નાખવામાં આવશે. સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ અને ‘શિન બેટ’ સુરક્ષા એજન્સીએ આ કેસમાં તપાસ શરૂ કરી છે.
આ સાથે જ બેનેટના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ધમકીના પત્ર પછી વડા પ્રધાનના પરિવારની સુરક્ષામાં ભારે વધારો કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે તપાસ શરૂ કરી છે.