1. Home
  2. ગુજરાતી
  3. CSKને લાગ્યો મોટો ઝટકો, રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ શકે છે
CSKને લાગ્યો મોટો ઝટકો, રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ શકે છે

CSKને લાગ્યો મોટો ઝટકો, રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ શકે છે

0
Social Share
  • CSKને લાગ્યો મોટો ઝટકો
  • રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ શકે છે
  • ઈજાના કારણે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે

મુંબઈ:ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે IPL 2022 બહુ  સારું રહ્યું નથી.સિઝનની શરૂઆતમાં કેપ્ટન તરીકે ચૂંટાયેલા જાડેજાએ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે પહેલા પદ છોડ્યું હતું અને હવે તે ઈજાના કારણે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે.જાડેજાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી, જેના કારણે તે દિલ્હી કેપિટલ્સ (DC) સામેની આગામી મેચમાંથી બહાર થઈ ગયો હતો.

છેલ્લા બે દિવસમાં જાડેજાની ઈજા પર દેખરેખ રાખ્યા બાદ જાણવા મળ્યું કે તેની ઈજામાં કોઈ સુધર્યો આવ્યો નથી, ત્યાર બાદ ટીમ ગુરુવારે ચેન્નાઈ વિરુદ્ધ મુંબઈ મેચમાં તેની ઈજાને લઈને કોઈ જોખમ લેવા માંગશે નહીં. તેનું મુખ્ય કારણ એ છે કે જો ટીમ RCB અથવા રાજસ્થાન રોયલ્સ તેમની આગામી મેચ જીતે તો તેના 16 પોઈન્ટ થઈ જશે.

આ સાથે CSK પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. અત્યાર સુધી રમાયેલ 11 માંથી ફક્ત ચાર મેચ જીતનારી ચેન્નાઈ જો પોતાના બાકી મેચ જીતી પણ જાય છે તો તે ફક્ત 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે.તો બીજી તરફ ગુજરાત અને લખનઉએ તેમની 12 મેચમાં અનુક્રમે 18 અને 16 પોઈન્ટ મેળવી લીધા છે.આવી સ્થિતિમાં, શક્ય છે કે CSK આઈપીએલ 2022ની બાકીની મેચોમાં જાડેજાને રમાડશે નહીં.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code