1. Home
  2. ગુજરાતી
  3. મોદી સરકારના કાર્યકાળના  8 વર્ષ પુરાઃ સત્તામાં આવ્યા બાદ અનેક યોજનાઓનો જનતાને આપ્યો લાભ,બન્યા લોકલાડીલા નેતા
મોદી સરકારના કાર્યકાળના  8 વર્ષ પુરાઃ સત્તામાં આવ્યા બાદ અનેક યોજનાઓનો જનતાને આપ્યો લાભ,બન્યા લોકલાડીલા નેતા

મોદી સરકારના કાર્યકાળના  8 વર્ષ પુરાઃ સત્તામાં આવ્યા બાદ અનેક યોજનાઓનો જનતાને આપ્યો લાભ,બન્યા લોકલાડીલા નેતા

0
Social Share
  • માદી સરકારના 8 વર્ષ પુરા
  • સત્તામાં આવ્યા બાદ બન્યા લોકલાડીલા નેતા

 

દિલ્હી- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિતાથીસૌ કોઈ વાકેફ છે,તેમના ઉમદા કાર્યો થકી તેઓએ દેશની જનતાનો પ્રેમ જીત્યો છે.10 માર્ચે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. ભાજપે આ પાંચમાંથી ચાર રાજ્યોમાં જીત મેળવી હતી. આ સાથે જ પંજાબની સત્તા કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ. આ જીત સાથે ભાજપ દેશના 18 રાજ્યોમાં પોતાની સરકાર જાળવી રાખવામાં સફળ થઈ છે.

હવે  દેશની અડધી વસ્તી ધરાવતા રાજ્યોમાં ભાજપની સરકારો છે. તે જ સમયે, કોંગ્રેસ સરકાર હવે માત્ર પાંચ રાજ્યોમાં જ ઘટી ગઈ છે. બે રાજ્યોમાં તેના મુખ્યમંત્રી છે અને ત્રણ રાજ્યોમાં તે સરકારનો ભાગ છે. દેશની લગભગ 22 ટકા વસ્તી આ પાંચ રાજ્યોમાં રહે છે.

ત્યારે હવે આજરોજ કેન્દ્રમાં મોદી સરકારને આજે 8 વર્ષ પૂરા થયા. 2014માં જે ઝળહળતો વિજય મેળવ્યો હતો તેનાથી પણ ભવ્ય વિજય 2019માં ભાજપ અને તેના સાથી ગઠબંધનોએ મેળવ્યો. 

પીએમ મોદીએ અનેક યોજનાઓ વિકસાવીને દેશના છેવાડાના ઘર સુધઝી તેનો લાભ આપ્યો, ભારતે એક નવું વિઝન ઊભું કર્યું જેની વિદેશમાં પણ ખુબ ચર્ચા છે પીએમ મોદી માત્ર દેશના જ નહી પરંતુ વિદેશના લોકો માટે પણ પ્રેરણા રુપ બન્યા,તેમના કાર્યો થકી આજે વિદેશમાં પણ મોદી સરકારની ચર્ચાઓ છે.

પીએમ મોદીએ આઠ વર્ષોમાં અનેક નવી યોજનાઓ શરૂ કરાઈ છે. ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાથી માંડીને અનેક મોટા નેતાઓનું પણ કહેવું છે કે એનડીએ સરકારે છેલ્લા 8 વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે  જેને લઈને બીજેપી સરકાર પોતાના બદબદો કાયમ રાખી શકી છે.પીએમ મોદીએ મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code