1. Home
  2. ગુજરાતી
  3. મેગાસ્ટાર શાહરૂખ ખાન આ ફિલ્મમાં જોવા મળશે,આવતા વર્ષે થશે રિલીઝ
મેગાસ્ટાર શાહરૂખ ખાન આ ફિલ્મમાં જોવા મળશે,આવતા વર્ષે થશે રિલીઝ

મેગાસ્ટાર શાહરૂખ ખાન આ ફિલ્મમાં જોવા મળશે,આવતા વર્ષે થશે રિલીઝ

0
Social Share
  • શાહરૂખ ખાન ફિલ્મ જવાનમાં જોવા મળશે 
  • ફિલ્મ જવાનનું એટલી કરી રહ્યા છે નિર્દેશન
  • 2 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ

મુંબઈ:તાજેતરમાં જ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે મેગાસ્ટાર શાહરૂખ ખાન અભિનીત એક મોટી એક્શન એન્ટરટેઈનર ફિલ્મ જવાનની જાહેરાત કરી છે.એટલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ એક અદભૂત ઇવેન્ટ ફિલ્મ બનવાનું વચન આપે છે,જે હાઈ ઓક્ટેન એક્શન સિક્વન્સ સાથે ભારતીય સિનેમાની પ્રતિભાને પ્રદર્શિત કરશે.એટલીએ સાઉથમાં ઘણી સફળ બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમાં રાજા રાની, થેરી, મર્સલ અને બિગિલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.હવે એટલી બહુપ્રતિક્ષિત જવાન માં પોતાનો જાદુ વિખેરવા માટે તૈયાર છે.

https://www.instagram.com/p/CeVOEWxJekj/?utm_source=ig_embed&ig_rid=c84495b3-4eb2-4d59-94e7-4db4e60ed874

છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી પરંતુ હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા આ ફિલ્મની જાહેરાત એક ટીઝર વિડિયો યુનિટ સાથે કરવામાં આવી છે જેમાં શાહરૂખ ખાનને રફ બેકડ્રાપ વચ્ચે, ઘાયલ અને પટ્ટીમાં લપેટાયેલો દર્શાવવામાં આવ્યો છે.ફિલ્મનો ફર્સ્ટ લૂક આવનારા સમય માટે ટોન સેટ કરે છે.આવી સ્થિતિમાં, આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ લાર્જર ધેન લાઈફ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં 2 જૂન, 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે

ફિલ્મ વિશે વાત કરતા શાહરૂખ ખાને કહ્યું, “જવાન એક યુનિવર્સલ વાર્તા છે જે ભાષાઓ, ભૌગોલિકતાથી આગળ વધે છે અને બધાના આનંદ માટે છે.આ અનોખી ફિલ્મ બનાવવાનો શ્રેય એટલીને જાય છે, જેમણે મારા માટે પણ આ એક શાનદાર અનુભવ રહ્યો છે. કારણ કે મને એક્શન ફિલ્મો ગમે છે. ટીઝર માત્ર શરૂઆત છે અને આવનારા સમયની ઝલક આપે છે.”

જવાન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે અને ગૌરી ખાન દ્વારા નિર્મિત છે. જવાન 2જી જૂન 2023ના રોજ પાંચ ભાષાઓમાં રિલીઝ  થશે, જે તેને શાહરૂખ ખાનની પ્રથમ સમગ્ર ભારતની ફિલ્મ બનાવશે.આ ફિલ્મની જાહેરાત સાથે, શાહરૂખ ખાન આગામી વર્ષે ત્રણ ફિલ્મો ડંકી, પઠાણ અને હવે જવાન સાથે દર્શકો અને તેના પ્રશંસકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code