
શું તમારા ઘરના રસોડામાં પણ જોવા મળે છે વંદા,તો તેને હવે સરળ રીતે કરો દુર
આમ તો રસોડામાં ગરોળી, વંદા કે કોઈ પણ અન્ય જીવજંતુ ફરતા હોય તે કોઈને પસંદ આવે નહી, પણ કેટલાક ઘરની ડિઝાઈન અને સ્ટ્રક્ચર એવા હોય છે કે જેના કારણે આ સમસ્યા જોવા મળતી હોય છે અને તેનાથી છૂટકારો મેળવવો હોય તો પણ મેળવી શકાતો નથી. આ વાત મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી.
ઘરના રસોડામાં રહેલી આ સમસ્યાને દુર કરવા માટે કેટલીક ટ્રીકનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલો ઉપાય છે લીમડો, લીમડાથી વંદા અને અન્ય કીટણુંથી છૂટકારો મેળવી શકાય છે. લીમડાના તેલ અને પાઉડરનો ઉપયોગ કોકરોચ મારવા માટે કરવામાં આવે છે. લીમડાના તેલને પાણીમાં મેળવીને સારી રીતે એક મિશ્રણ તૈયાર કરો. જ્યાં કોકરોચ ફરે છે ત્યાં આ પાણીનો સ્પ્રે કરી દો. જો તમે પાઉડરનો ઉપયોગ કરો છો તો જે જગ્યાએ કોકરોચ દેખાઈ છે ત્યાં પાઉડર છાંટી દો.
આ ઉપરાંત બેકિંગ સોડા કે જેનાથી વંદાને મારી શકાય છે. બોરિક એસિડ ઝેરીલો પદાર્થ છે એટલા માટે તેનો ઉપયોગ ઘરમાં કરવો હાનિકારક થઈ શકે છે. તેવામાં તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. કેમ કે, તેનાથી બાળકોને કોઈ નુકસાન નહીં થાય. બેકિંગ સોડા અને ખાંડનું મિશ્રણ તો વંદા અને અન્ય કીટાણુંને મારી શકે છે. ખાંડ આ કીટાણુંને પોતાના તરફ ખેંચે છે અને બેકિંગ સોડા તેનો ખાતમો કરી શકે છે.