
મેઘાલયમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા,તીવ્રતા 4.0 નોંધાઈ
- મેઘાલયમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 4 ની તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકશાન નહીં
શિલોંગ : મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.આ ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવાર-સવારમાં મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.