1. Home
  2. ગુજરાતી
  3. અનુપમા:મુક્કુ,નંદિની પછી હવે સમર પણ છોડી શકે છે શો !
અનુપમા:મુક્કુ,નંદિની પછી હવે સમર પણ છોડી શકે છે શો !

અનુપમા:મુક્કુ,નંદિની પછી હવે સમર પણ છોડી શકે છે શો !

0
Social Share
  • ‘અનુપમા’ છોડી શકે છે સમર
  • પારસ કલનાવત લઈ શકે છે મોટો નિર્ણય
  • જાણો શું છે આનું કારણ

મુંબઈ:છેલ્લા બે વર્ષથી ટીઆરપી લિસ્ટમાં રાજ કરી રહેલો ટીવી શો ‘અનુપમા’ લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના સ્ટારર શોને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ લાગે છે કે ‘અનુપમા’ની આ સફળતા પર હવે કોઈની ખરાબ નજર પડી ગઈ છે. કારણ કે પાછલા મહિનાઓમાં, શોના બે મજબૂત કલાકારોએ શોને અલવિદા કહ્યું, જ્યારે હવે સમર એટલે કે પારસ કલનાવત પણ શો છોડી શકે છે.

ખરેખર, તાજેતરમાં જ ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ની જાહેરાત કરવામાં આવી છે.જે બાદ તેમાં જોડાનાર સેલિબ્રિટીઝની યાદી પણ સામે આવી છે આ યાદીમાં ‘અનુપમા’ના પ્રિય ‘સમર’ એટલે કે પારસ કલણાવતનું નામ પણ સામેલ છે. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પારસ આ શોનો હિસ્સો બનવા માટે ‘અનુપમા’માંથી બ્રેક લઈ શકે છે અથવા તો શોને હંમેશ માટે છોડી શકે છે.

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ એક્ટર ‘અનુપમા’ને છોડીને રિયાલિટી શોમાં દેખાય. તાજેતરમાં જ ‘માલવિકા’નું પાત્ર ભજવનાર અનેરી વજાનીએ પણ શો છોડી દીધો હતો.હવે તે રોહિત શેટ્ટીના શોમાંથી બહાર થઈ ગઈ છે.જે બાદ તેની વાપસીની અટકળો ચાલી રહી છે.

અનેરી વજાની પહેલા સમરની ગર્લફ્રેન્ડ નંદિનીનું પાત્ર ભજવનાર અનઘા ભોસલેએ ધર્મના માર્ગે ચાલવા માટે શો માંથી નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીને જ છોડી દીધું હતું.

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code