
દેશના પ્રથમ મંકીપોક્સ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
- દેશના પ્રથમ મંકીપોક્સ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
- આજે હોસ્પિટલમાંથી આપવામાં આવશે રજા
- મંકીપોક્સનો પ્રથમ દર્દી કેરળના કોલ્લમમાં જોવા મળ્યો
થીરુવાનાન્થાપુરમ:મંકીપોક્સને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે, હકીકતમાં, દેશનો પ્રથમ મંકીપોક્સ દર્દી ચેપ મુક્ત થઈ ગયો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. માહિતી આપતાં કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે,કેરળમાં સારવાર લઈ રહેલા ભારતનો પ્રથમ મંકીપોક્સ દર્દી આ રોગમાંથી સ્વસ્થ થઈ ગયો છે.
વીણા જ્યોર્જે કહ્યું કે,દેશમાં મંકીપોક્સનો આ પહેલો કેસ હોવાથી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની સૂચના મુજબ 72 કલાકના અંતરાલમાં બે ટેસ્ટ કરવામાં આવ્યા અને બંને વખતના રિપોર્ટ નેગેટિવ આવ્યા.દર્દી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે. ત્વચાના ફોલ્લીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. તેમને આજે રજા આપવામાં આવશે.
14 જુલાઈના રોજ વિદેશથી પરત આવેલા કેરળના કોલ્લમના વતનીમાં મંકીપોક્સનો ચેપ જોવા મળ્યો હતો.જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જો કે 16 દિવસ બાદ હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.