1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા પણ ઉજવશે ‘આઝાદીનો 75મો મહોત્સવ’ – ખાસ આયોજન માં જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક
અમેરિકા પણ ઉજવશે ‘આઝાદીનો 75મો મહોત્સવ’ – ખાસ આયોજન માં જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક

અમેરિકા પણ ઉજવશે ‘આઝાદીનો 75મો મહોત્સવ’ – ખાસ આયોજન માં જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક

0
Social Share
  • ન્યૂયોર્કમાં આઝાદીના અમત મહોત્સવની થશે ઉજવણી
  • આ અવસર પર ખાસ આયોજન કરવામાં આવ્યું
  • સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભારકતની ઝલક જોવા મળશે

દિલ્હીઃ- સમગ્ર દેશ 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં વ્યસ્ત છે, હર ઘર તિરંગા હેઠળ પુરજોશમાં તરિંગાઓનું વેચાણ અને બનાવાનું કાર્ય ચાલી રહ્યું છે દેશ ભક્તિમય બન્યો છે ત્યારે દેશની બહાર રહેતા ભારતીયો પણ આ ખાસ અવસરને ઉજવવાનું ચુકતા નથી તેજ શ્રેણીમાં અમેરિકાના હબ ગણાતા ન્યૂયોર્કમાં ભારતીઓ તરફથી 75મા આઝાદીના પ્રવ પર એક ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

વિદેશ રહેતા ભારતીયો પણ પોતાના દેશને આઝાદ થયાના 75 વર્ષને ઉજવવાની તૈયારીમાં વ્યસ્ત છે.ભારતના કોન્સ્યુલેટ જનરલ ન્યૂયોર્કમાં ઈન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ ના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. અહીં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સરોદ ઉસ્તાદ ઉસ્તાદ અમજદ અલી ખાન કાર્યક્રમને સંગીતમય બનાવશે . આ પ્રસંગે ફોટોગ્રાફી, નૃત્ય, સંગીત અને ભારતની શાસ્ત્રીય સંસ્કૃતિની ઝલક પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આ કાર્યક્રમ અમેરિકનો અને ભારતીય ડાયસ્પોરાને ‘ઉજ્જવળ લોકશાહી તરીકે ભારતની પ્રગતિ’ની ઝલક આપશે. ન્યૂ યોર્ક સિટીના કેટલાક ઐતિહાસિક રીતે નોંધપાત્ર સાંસ્કૃતિક સ્થળો પર બે સપ્તાહ લાંબી આ ઇવેન્ટ 15 ઓગસ્ટના રોજ યોજાશે.

 ભારતના કોન્સ્યુલ જનરલ રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનો દિવસ આપણા દેશની પ્રગતિમાં ખરેખર ઐતિહાસિક દિવસ હશે.આ ઉજવણીનો હેતુ અમેરિકામાં ભારતની શ્રેષ્ઠ સંસ્કૃતિ અને વિચારધારાનું પ્રદર્શન કરવાનો છે અને તેમના દ્વારા એક તેજસ્વી લોકશાહી તરીકે આપણા દેશની પ્રગતિને દર્શાવવાનો છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code