1. Home
  2. ગુજરાતી
  3. આવતીકાલે 5 સપ્ટેમ્બરથી શરુ થશે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ ની 7 મી બેઠક – પીએમ મોદી લેશે ભાગ
આવતીકાલે 5 સપ્ટેમ્બરથી  શરુ થશે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ ની 7 મી બેઠક – પીએમ મોદી લેશે ભાગ

આવતીકાલે 5 સપ્ટેમ્બરથી શરુ થશે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ ની 7 મી બેઠક – પીએમ મોદી લેશે ભાગ

0
Social Share
  • 5 સપ્ટેમ્બરથી શરુ થશે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ ની 7 મી બેઠક
  • આ બેઠકમાં પીએમ મોદી લેશે ભાગ

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નેન્દ્ર મોદી વિશઅવભરના સહયોગથી યોજાયેલા સમ્મેલનો હોય કે બેઠક હોય પોતાની હાજદરી અચૂક નોંધાવે છે ત્યારે આવતી કાલેથી શરુ થનારી એક મહત્વની બેઠકનો પણ પીએમ મોદી ભાગ બનશે, પ્રાપ્ત વનિગતો પ્રમાણે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEF)ની સાતમી બેઠક વ્લાડીબોસ્ટમાં 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 8 સપ્ટેમ્બર સુધી ચાલશે.

જાણકારી પ્રમાણે આ  બેઠકમાં 400થી વધુ મોટી કંપનીઓ ભાગ લેશે. 900 થી વધુ વક્તાઓ અને મધ્યસ્થીઓ પણ ભાગ લેશે. ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ એ રશિયા અને વૈશ્વિક રોકાણ સમુદાયોમાં સંબંધો સ્થાપિત કરવા અને મજબૂત કરવા માટેનું અગ્રણી આંતરરાષ્ટ્રીય એક ખાસ મંચ છે. તજેની સ્થાપના 2015 માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા કરવામાં આવી હતી.ત્યારે આ બેઠકમાં પીએમ મોદી પણ ભાગ લેશે.

ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની સ્થાપના રશિયાના ફાર ઇસ્ટ પ્રદેશોના આર્થિક વિકાસને ટેકો આપવા અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહકારને વિસ્તારવા માટે કરવામાં આવી હતી. આ ફોરમ વિશ્વ અર્થતંત્ર, પ્રાદેશિક એકીકરણ, ઔદ્યોગિક અને તકનીકી ક્ષેત્રોના વિકાસ તેમજ રશિયા અને અન્ય દેશો સામેના વૈશ્વિક પડકારોના મુખ્ય મુદ્દાઓને સંબોધવા માટે એક મંચ તરીકે કામ કરે છે. આ ફોરમમાં એશિયા-પેસિફિક ક્ષેત્રના મુખ્ય સહભાગી દેશોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી પણ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની સાતમી બેઠકને સંબોધિત કરશે. તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્લાડીબોસ્ટકમાં યોજાનારી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકના પૂર્ણ સત્રને સંબોધિત કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code