1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ કોઈ પણ મેડિકલ કોલેજમાં પોતાનો અભ્સાય હવે પૂર્ણ કરી શકશે – NMC એ આપ્યું એનઓસી
યુક્રેનથી આવેલા  વિદ્યાર્થીઓ કોઈ પણ મેડિકલ કોલેજમાં પોતાનો અભ્સાય હવે પૂર્ણ કરી શકશે – NMC એ આપ્યું એનઓસી

યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ કોઈ પણ મેડિકલ કોલેજમાં પોતાનો અભ્સાય હવે પૂર્ણ કરી શકશે – NMC એ આપ્યું એનઓસી

0
Social Share
  • યુક્રેનથી આવેલા તબીબી વિદ્યાર્થીઓને રાહત
  • હવે અઘુરો અભ્ભાયાસ ભારતમાં કરશે પૂર્રમ
  • NMC એ આપ્યું એનઓસી

દિલ્હીઃ- યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમક હુમલાઓના કારણે યુક્રેનમાં મેડિકલ અભ્યાસ અર્થે ગયેલા હજારો વિદ્યાર્થીઓ એ પોતાના અઘુરો અભ્યાસ છોડીને જીવ બચાવતા પાછા ફરવું પડ્યું હતું,ત્યારે તમામ વિગદ્યાર્થીઓને પોતાના અઘુરા અભ્સયાલને લઈને ચિંતા હતી જો કે હવે સરકારે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે.

ત્યારે હવે નેશનલ મેડિકલ કમિશનએ પરત ફરેલા વિદ્યાર્થીઓને NOC આપી છે અને કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ અધવચ્ચે છોડીને યુક્રેનથી પાછા ફર્યા છે, તેઓ હવે કોઈપણ મેડિકલ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે આ બાબતકને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે.

તબીબી વિદ્યાર્થીઓને હવે અન્ય દેશોની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવીને તેમનો અભ્યાસ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવશે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, નેશનલ મેડિકલ કમિશનઆવા વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ પૂર્ણ કરવાની મંજૂરી આપવા માટે યુક્રેનના એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામને માન્યતા આપવા માટે સહમતિ દર્શાવી છે જો કે ડિગ્રી યુક્રેનની પિતૃ યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  નેશનલ મેડિકલ કમિશન એક્ટ પ્રમાણે, વિદેશી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માત્ર એક યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરવી અનિવાર્ય છે. NMCએ આ નિર્ણય વિદેશ મંત્રાલયની સલાહ પર લીધો છે. કમિશને તેને અસ્થાયી સ્થાનાંતરણ તરીકે ગણઆવ્યું છે, એટલે કે, યુક્રેનની તે જ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે જેના તેઓ વિદ્યાર્થીઓ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code