શ્રાદ્ધ કરતી વખતે આ ભૂલ ન કરતા, નહીં તો પિતૃઓ થઈ જશે નારાજ
પિતૃ પક્ષ શરૂ થઈ ગયો છે એટલે કે શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે, આ સમય દરમિયાન આપણે પિતૃઓ માટે તર્પણ કરીએ છે અને તેમના પાછળ દાન પણ કરતા હોય છે. પણ આ શ્રાદને લઈને પણ કેટલાક નિયમો છે જેને જાણવા જરૂરી છે.
એવું કહેવામાં આવે છે કે જો શ્રાદ દરમિયાન કેટલીક ભૂલ થાય તો પિતૃઓ આપણાથી નારાજ થઈ જાય છે. તો આ દિવસોમાં આ કામ ન કરવા જોઈએ જેમ કે, લસણ અને ડુંગળીની સાથે પિતૃ પક્ષ દરમિયાન માંસાહારી ખાવાની ભૂલ ન કરવી જોઈએ. શ્રાદ્ધના સમયે ઈંડા અને માંસાહારી ખોરાક સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. આ સિવાય દારૂ, બીડી, સિગારેટ અને તમાકુનું સેવન ટાળવું જોઈએ.
આ ઉપરાંત માન્યતા અનુસાર પૂર્વજોને હળવી સુગંધવાળા ફૂલો ગમે છે. તેથી, તેમને ફક્ત હળવા સુગંધના સફેદ ફૂલો જ અર્પણ કરવા જોઈએ. અતિશય અથવા તીક્ષ્ણ સુગંધ સાથે ફૂલો અર્પણ કરવું વર્જિત માનવામાં આવે છે. મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે પિતૃઓને કઈ દિશામાં અર્પણ કરવું. તેથી તર્પણ અથવા પિંડ અર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જ બેસવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.