
- વધતા શાકભઆજીના ભાવથી રિટેલ ફૂગાવો વધ્યો
- રિટેલ ફૂગાવામાં 7.5 ટકાનો વધારો
દિલ્હીઃ- દેશભરમાં ેક તરફ દીવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બીજી તફ તમામ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી શાકભાજીની જો વાત કરીએ તો ટામેટા, લીલા વટાણા, ડુંગળી જેવા શાકભાજી ખૂબ મોંધા થયા છે તો સાથે જ ઘઉં ,લોટ, ચોખઆ અને અનેક પ્રકારની દાળના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 5 ટકા સુધીનો વધારો નોંધાયો છે જેને લઈને હવે રિટેલ ફૂગાવાનો દર 7.5 ટકા પર પહોંચી ચૂક્યો છે.
ખાસ કરીને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે સપ્ટેમ્બર મહિનામાં ભારતનો છૂટક ફુગાવો વધીને 7.4 ટકા થયો છે. આ વધારો શાકભાજીના ભાવમાં થયેલા વધારાને કારણે થયો છે જેમાં 18 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે રબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દર 6.7 ટકા પર રાખ્યો છે. દેશના ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સમાં 8.6 ટકા નો વધારો નોંધાયો છે. તે જ સમયે, સપ્ટેમ્બર મહિનામાં અનાજની મોંઘવારી વધીને 11.53 ટકા થઈ ચૂકી છે આ સાથે જ રોઇટર્સના પોલમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો 7.3 રહેવાનો અંદાજ મૂક્યો હતો.જે હવે 7.5 પર પહોચ્યો છે.
આજરોજ એટલે કે 12 ઓક્ટોબરના રોજ, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે CPI ફુગાવા પર તેના ડેટા જાહેર કર્યા.સતત નવમા મહિને 6 ટકાના માર્કથી ઉપરની તાજેતર યાદી સાથે, આરબીઆઈએ સરકારને તેને નક્કી કરેલા 2-6 ટકા આદેશની અંદર લાવવામાં નિષ્ફળતાના કારણો અને તેને ઠીક કરવા માટેના ઉપાયાત્મક પગલાં સમજાવવા પડે તો હવે નવાઈની વાત નહી હોય.