1. Home
  2. ગુજરાતી
  3. રશિયાએ ફરી એકવાર ભારત સાથેની પાકી મિત્રતા દર્શાવી, પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો
રશિયાએ ફરી એકવાર ભારત સાથેની પાકી મિત્રતા દર્શાવી, પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો

રશિયાએ ફરી એકવાર ભારત સાથેની પાકી મિત્રતા દર્શાવી, પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો

0
Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરની તાજેતરમાં જ અમેરિકાના ઉચ્ચ અધિકારીએ મુલાકાત લીધી હતી. તેમજ કાશ્મીરને આઝાદ કાશ્મીર ગણાવ્યું હતું.  દરમિયાન રશિયાએ જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્‍યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ  સભ્‍ય દેશોના નકશાએ આ વાત સાબિત કરી છે. રશિયન સમાચાર એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, જાહેર કરાયેલા નકશામાં પાકિસ્‍તાનના કબજા હેઠળનું કાશ્‍મીર (PoK) અને અક્‍સાઈ ચીન તેમજ સમગ્ર અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્‍યું છે. પાકિસ્‍તાન અને ચીન SCO સભ્‍ય દેશો હોવા છતાં મોસ્‍કોએ આ પગલું ભર્યું છે.

આ નકશાએ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે અને SCOની અંદર જમ્‍મુ-કાશ્‍મીરના મુદ્દા પર ભારતીય પક્ષને વધુ મજબૂત બનાવ્‍યો છે દરમિયાન જર્મનીના વિદેશ મંત્રીએ પણ તાજેતરમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના કાશ્‍મીર વિવાદના ઉકેલમાં સંયુક્‍ત રાષ્‍ટ્રની ભૂમિકાનું સૂચન કર્યું હતું.

ચીને તાજેતરમાં SCO માટે જાહેર કરેલા નકશામાં ભારતના કેટલાક વિસ્‍તારોને તેના ક્ષેત્રના ભાગ તરીકે દર્શાવીને તેની વિસ્‍તરણવાદની નીતિને વ્‍યાખ્‍યાયિત કરી હતી. એક સરકારી સૂત્રએ જણાવ્‍યું હતું કે SCOના સ્‍થાપક સભ્‍યોમાંના એક રશિયા દ્વારા ભારતના નકશાના સાચા ચિત્રણથી રેકોર્ડ સીધો સ્‍થાપિત થયો છે. સોવિયેત યુનિયન અને રશિયાએ 1947થી કાશ્‍મીર પર ભારતને સમર્થન આપ્‍યું છે અને ભારત વિરોધી ઠરાવોને રોકવા માટે યુએનએસસીમાં વીટોનો ઉપયોગ કર્યો છે. મોસ્‍કોએ વારંવાર કહ્યું છે કે, કાશ્‍મીર ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે, જે વિવાદના આંતરરાષ્‍ટ્રીયકરણને અટકાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code