1. Home
  2. ગુજરાતી
  3. ડીવાય ચંદ્રચુડ આજે  દેશના 50 મા CJI તરીકે શપથ લેશે – અયોધ્યા જમીન વિવાદ સહિત અનેક ચૂકાદાઓ આપ્યા છે
ડીવાય ચંદ્રચુડ આજે  દેશના 50 મા CJI તરીકે શપથ લેશે – અયોધ્યા જમીન વિવાદ સહિત અનેક ચૂકાદાઓ આપ્યા છે

ડીવાય ચંદ્રચુડ આજે  દેશના 50 મા CJI તરીકે શપથ લેશે – અયોધ્યા જમીન વિવાદ સહિત અનેક ચૂકાદાઓ આપ્યા છે

0
Social Share
  • ડીવાય ચંદ્રચુડ આજે  દેશના 50 મા CJIનો કાર્યભાર સંભાળશે
  • આજે તેઓ રાષ્ટ્રપતિની હાજરીમાં લેશે શપથ
  • અયોધ્યા જમીન વિવાદ સહિત અનેક ચૂકાદાઓ આપ્યા છે

દિલ્હીઃ-  આજરોજ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચુડ બુધવારે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અહીં રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50મા CJI જસ્ટિસ ચંદ્રચુડને પદના શપથ લેવડાવશે. 

જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 સુધી બે વર્ષ માટે આ પદ સંભાળશે. સુપ્રીમ કોર્ટના જજો 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તેઓ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનું સ્થાન ગ્રહણ કરશે, જેમણે 11 ઓક્ટોબરે તેમના અનુગામી તરીકે તેમની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને 17 ઓક્ટોબરે આગામી CJI તરીકે નિયુક્ત કર્યા.

જસ્ટિસ ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો અને 13 મે 2016ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ ઐતિહાસિક ચુકાદાઓ આપતી અનેક બંધારણીય બેન્ચો અને સુપ્રીમ કોર્ટની બેન્ચનો ભાગ રહ્યા છે.

તેમણે મ અયોધ્યા જમીન વિવાદ, આઈપીસીની કલમ 377 હેઠળ સમલૈંગિક સંબંધોને અપરાધ જાહેર કરવા, આધાર યોજનાની માન્યતા સાથે સંબંધિત બાબતો, સબરીમાલા મુદ્દો, સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન, ભારતીય નૌકાદળમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન જેવા મહત્વના ચૂકાદાઓમાં મહત્વની ભૂીમિકા ભજવી છે.

ઉલ્લેખનીય છે કે  જસ્ટિસ ચંદ્રચુડના પિતાએ લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી, જે સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં CJIનો સૌથી લાંબો કાર્યકાળ રહ્યો હતો. તેઓ 22 ફેબ્રુઆરી 1978 થી 11 જુલાઈ 1985 સુધી મુખ્ય ન્યાયાધીશ હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code