 
                                    ગુજરાત વિધાનસભા ચૂંટણી: રાજકોટમાં ભાજપના આ નેતાઓએ બતાવ્યો પરચમ
રાજકોટ:ગુજરાત વિધાનસભાની ચુંટણી-2022 નું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપની જીતને લઈને રાજકોટમાં પણ જોરદાર માહોલ જોવા મળ્યો છે.રાજકોટમાં તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
રાજકોટ પૂર્વમાં ભાજપના ઉમેદવાર ઉદય કાનગડની ભવ્ય જીત થઈ છે.તેઓ 23534 મતોથી વિજય બન્યા છે.જો રાજકોટ પશ્ચિમની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહનો વિજય 105975 મતોથી ભવ્ય વિજય થયો છે.રાજકોટ દક્ષિણમાં રમેશભાઈ ટીલાળાએ બાજી મારી છે.તેઓ 78764 મતોથી વિજય મેળવ્યો છે.રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભાનુબેન બાબરીયાએ દબદબો બતાવ્યો છે. તેઓ 49659 મતોથી જીત મેળવી છે.
ગાંધીનગર ઉપરાંત રાજકોટ શહેરની તમામ બેઠક પર ભાજપે કબજો કર્યા બાદ શહેર કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા અને ઢોલ-નગારા તેમજ ડીજેના તાલે કાર્યકરો નાચ્યાં હતા.રાજકોટની સામાન્ય જનતામાં પણ ભાજપની જીતનો માહોલ જોવા મળી રહ્યો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

