બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પશ્વિમ બંગાળની મુલાકાતે – સીએમ મમતા બેનર્જી પર કર્યા આકરા પ્રહાર
- જેપી નડ્ડા પશઅવિમ બંગાળની મુલાકાતે
- લોકસભા ચૂંટણીને લઈને રણનિતી તૈયાર કરી
કોલકાતા- ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજરોજ ગુરુવારે નાદિયા જિલ્લામાંથી પશ્ચિમ બંગાળના તેમના બે દિવસીય પ્રવાસે છે. જેપી નડ્ડા તેમના બીજા કાર્યકાળમાં બંગાળની આ પ્રથમ મુલાકાતે છે. આ માટે નડ્ડા બુધવારે રાત્રે જ કોલકાતા પહોંચી ચૂક્યા હતા
નડ્ડાની મુલાકાત સમગ્ર દેશમાં 144 લોકસભા મતવિસ્તારોમાં તેના સંગઠનને મજબૂત કરવા માટે કેન્દ્રીય નેતૃત્વના ‘સ્થળાંતર’ ઝુંબેશનો એક ભાગ છે જ્યાં પક્ષ 2019ની ચૂંટણીમાં સાંકડા માર્જિનથી હારી ગયો હતો. આગામી કેટલાક મહિનાઓમાં, નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યની 24 લોકસભા બેઠકોનો પ્રવાસ કરશે અને પ્રત્યેક 12 રેલીઓને સંબોધિત કરશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 42માંથી 18 બેઠકો જીતી હતી.
સૌ પ્રથમ તેમણે માયાપુરમાં ઇસ્કોન મંદિરની મુલાકાત કરી હતી અને બેથુયાધારીમાં એક જાહેર સભાને સંબોધી અને ત્યારબાદ ઉત્તર નદિયાના નેતાઓ સાથે સંગઠનાત્મક બેઠક કરશે અને કૃષ્ણનગર લોકસભા બેઠક પર પાર્ટીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરશે.
તેમણે નદિયામાં એક જાહેરસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે બંગાળ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે બંગાળમાં માનવ તસ્કરી, મહિલાઓ વિરુદ્ધ અપરાધો, ભ્રષ્ટાચારમાં જબરદસ્ત વધારો થયો છે. ટીએમસીની ગુંડાગીરી અહીં ચાલી રહી છે અને તેને માત્ર ભાજપ જ રોકી શકે છે.
આ સહીત જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો કે અહીં સ્થિતિ એવી છે કે મતદારોને ચેતવણી આપવામાં આવે છે કે જો ચૂંટણીમાં ‘કમળ’ પ્રતીક દબાવવામાં આવશે તો આવા તમામ લોકોને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે દીદીએ બંગાળની શું હાલત કરી છે? અહીં તો એવું છે કે ચોરીની સાથે સાથે ઉચાપત પણ થાય છે, જ્યારે તપાસ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે ભારત સરકાર મારી દુશ્મન છે.