1. Home
  2. ગુજરાતી
  3. બેંગ્લુરુમાં એરો ઇન્ડિયા શો દરમિયાન આજુબાજુના વિસ્તારમાં તમામ નોનવેજ ની દુકાનો બંધ રખાશે, જાણો કારણ
બેંગ્લુરુમાં એરો ઇન્ડિયા શો દરમિયાન આજુબાજુના વિસ્તારમાં તમામ નોનવેજ ની દુકાનો બંધ રખાશે, જાણો કારણ

બેંગ્લુરુમાં એરો ઇન્ડિયા શો દરમિયાન આજુબાજુના વિસ્તારમાં તમામ નોનવેજ ની દુકાનો બંધ રખાશે, જાણો કારણ

0
Social Share
  • એરો ઈન્ડિયા શો દરમિયાન નોનવેજની દુકાનો રહેશે બંધ
  • નિયમોનું ઉલન્ઘન કરનાર સામે કાર્યવાહી કરાશે

બેંગલુરુઃ-બેંગલુરુમાં એરો ઈન્ડિયા શો 13 થી 17 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે તો તેને ધ્યાનમાં લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનેએરો ઈન્ડિયા શોને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી માંસના સ્ટોલ, માંસાહારી હોટલો અને રેસ્ટોરાં બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકે (BBMP), તેની જાહેર સૂચનામાં જણાવ્યું છે કે યેલાહંકા એરફોર્સ સ્ટેશનની 10 કિમીની ત્રિજ્યામાં માંસાહારી વાનગીઓ પીરસવા અને વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

બીબીએમપીના જણાવ્યા પ્રમાણે   30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી એરફોર્સ સ્ટેશન, યેલાહંકા ખાતે સામાન્ય જનતા, માંસના સ્ટોલના માલિકો, માંસાહારી હોટલ અને રેસ્ટોરન્ટને તમામ માંસ/ચિકન/માછલીની દુકાનો અને 10 કિમીની અંદર બંધ રાખવાની સૂચના આપવામાં આવે છે.
આ સાથે જ જો કોઈ પણ નિયમનું પાલન નથી કરતું તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે, માંસાહારી વાનગીઓ પીરસવા/વેચવા પર પ્રતિબંધનું ઉલ્લંઘન BBMP એક્ટ-2020 અને ભારતીય એરક્રાફ્ટ નિયમો 1937ના નિયમ 91 હેઠળ ગુનાને પાત્ર બનશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code