1. Home
  2. ગુજરાતી
  3. બી ટાઉનનું ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી આવતીકાલે લેશે સાત ફેરા – જાણો લગ્નની ભવ્ય તૈયારીઓ કેવી હશે
બી ટાઉનનું ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી આવતીકાલે લેશે સાત ફેરા – જાણો લગ્નની ભવ્ય તૈયારીઓ કેવી હશે

બી ટાઉનનું ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી આવતીકાલે લેશે સાત ફેરા – જાણો લગ્નની ભવ્ય તૈયારીઓ કેવી હશે

0
Social Share
  • સિદ્ધાર્થ અને કિયારા અડવાણી આવતી કાલે કરશે લગ્ન
  • લગ્નની સેરેમની ગઈકાલથી જ શરુ થઈ ચૂકી છે

બોલિવૂડમાં અનેક કપલ એવા છે જે દર્શકોના જદિલ જીતવામાં સફળ રહ્યા છે, લોકડાઉન બાદ અનેક સેલેબ્સ લગ્નના બંધનમાં પણ બંધાયા છે ત્યારે હવે આ કપલમાં વધુ એક નવું નામ આવતી કાલથી એક થવા જઈ રહ્યું છએ,જી હા કિયારા અડવાણી અને સિદ્ધઆર્થ મલ્હોત્રા આવતી કાલે રાજસ્થાનમાં સાત ફેરા લેવા જઈ રહ્યા છએ આ લગ્નની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી શનિવારે પરિવાર સાથે રાજસ્થાનના જેસલમેર પહોંચ્યા હતા. તે જ સમયે, રવિવારે કપલના નજીકના મિત્રો પણ લગ્નમાં હાજરી આપવા માટે સૂર્યગઢ પેલેસ પહોંચ્યા છે. સિદ-કિયારાના લગ્નની વિધિઓ આજથી શરૂ થશે જો કે પ્રી વેડિંગ સેરેમની ગઈકલ રવિવારથી જ શરુ થઈ ચૂકી છે.

હાલમાં લોકોને સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે.

આ ક્યૂટ કપલના ભવ્ય લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં રચાવા જઈ રહ્યા છે. તે જ સમયે, પરિવાર અને મિત્રોની હાજરીમાં ગઈકાલે પ્રિ-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.

આજ રોજ 6 ફેબ્રુઆરીએ આ કપલની પીઠીની રશમ શરુ થશે,સિદ અને કિયારાની હલ્દી સેરેમની આજે થશે, જેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિતેલી રાતે આ કપલની સંગીત નાઈટ હતી જેમાં લોકો મન મૂકીને ઝુમ્યા હતા.સિદ-કિયારાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે બંનેની સંગીત રાત્રિની તૈયારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code